આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેરાપંથ મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા “ગૃહ લક્ષ્મી સ્વાભિમાન અભિયાન કાર્યશાળા”નું આયોજન

SHARE:

ભરૂચ,

અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેરાપંથ મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા “ગૃહ લક્ષ્મી સ્વાભિમાન અભિયાન કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેરની વિવિધ એનજીઓ (NGO) ના પ્રમુખો, મંત્રીઓ અને પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ઈનર વ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર, લાયન્સ ક્લબ ગાર્ડન સિટી, જુનિયર ચેમ્બર ઓફ કોમર્સ, એલ.ઈ. ક્લબ, બ્રહ્માકુમારી સંસ્થા, સેવા રૂરલ, નગરપાલિકા અંકલેશ્વર, માહેશ્વરી સમાજ મહિલા મંડળ, અંકલેશ્વર રોટરી વેલ્ફેર ટ્રસ્ટ,ઈવીએમ યોગા ટ્રેનર અને પ્રેક્ષા ધ્યાન પ્રશિક્ષિકા તથા શ્રદ્ધા મહિલા વિકાસ મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત પ્રવચન તેરાપંથ મહિલા મંડળ, અંકલેશ્વરના અધ્યક્ષ શ્રીમતી જતન નાહટાએ તમામ અતિથિઓ અને એનજીઓ સભ્યોનું સ્વાગત કર્યું હતું.તેમણે અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળ દ્વારા સંચાલિત “ગૃહ લક્ષ્મી સ્વાભિમાન અભિયાન” વિશે વિગતવાર માહિતી આપી અને ઉપસ્થિત તમામ બહેનો તથા પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને લગતા સામાજિક વિષયો પર ચર્ચા અને જાગૃતિ લાવવાનો હતો. ચર્ચા દરમ્યાન ગૃહિણીઓના શ્રમ અને તેમના અમૂલ્ય યોગદાન પર વિચાર રજૂ કરવામાં આવ્યા હતા.વક્તાઓએ જણાવ્યું કે ગૃહિણી સમગ્ર પરિવારની વ્યવસ્થા, સંસ્કાર અને દેખરેખની જવાબદારી નિભાવે છે, પરંતુ ઘણીવાર તેમના કાર્યને યોગ્ય સન્માન કે ઓળખ મળતી નથી.પેનલ ચર્ચામાં જણાવવામાં આવ્યું કે મહિલાઓને માત્ર ઘર સુધી સીમિત રાખવાને બદલે તેમને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વિવિધ વિષયો પર તાલીમ આપીને આત્મનિર્ભર બનાવવી જરૂરી છે.જ્યારે મહિલાઓને શિક્ષણ અને તકો મળે છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે અને સમાજમાં તેમનું સન્માન પણ વધે છે, કાર્યક્રમ દરમિયાન મહિલા શિક્ષણ, પારિવારિક જીવન, મહિલા રોજગાર અને મહિલાઓ માટેની સરકારી યોજનાઓ જેવા વિષયો પર પણ માહિતી આપવામાં આવી હતી.ગ્રામીણ વિસ્તારોની મહિલાઓની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સંસાધનોના અભાવે તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં તમામ સંસ્થાઓએ મળીને મહિલાઓના સામાજિક, પારિવારિક અને શૈક્ષણિક વિકાસ માટે સંયુક્ત રીતે કાર્ય કરવાનો સંકલ્પ લીધો હતો, કાર્યક્રમના અંતે તમામ સહભાગી સંસ્થાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.મહિલા મંડળના પ્રચાર-પ્રસાર મંત્રી સુનિતા બૈદ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!