– ચૈતર વસાવાએ ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા : પુલ તૂટવાથી રાજપીપળા જવા વાળા નેત્રંગ ફરીને ૧૨ કી.મી ફરીને જવાનો વારો આવ્યો
– મુખ્યમંત્રી કલેક્ટરને સંકલન સમિતિમાં વારંવાર રજૂઆત કરીએ તેના માત્ર વચનો આપ્યા હતા : ચૈતર વસાવા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
મોવી – યાલનો પુલ ભારે વરસાદમાં તૂટી જતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી.કાર્યકરો સાથે પુલ તૂટતા ઘટના સ્થળે મુલાકાત લઈ આક્રોશ વ્યક્ત કરી ચૈતર વસાવાએ ભાજપા સરકારને જવાબદાર ઠેરવ્યા હતા.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી મુખ્યમંત્રી વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પુલ ન બનતા આજે પુલ તૂટી પડ્યો છે.આ પુલ તૂટવા માટે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર જવાબદાર છે.પુલ તૂટવાથી હવે રાજપીપળા જવા વાળા નેત્રંગ ફરીને ૧૨ કી.મી ફરીને જવાનો વારો આવ્યો છે.અમે મુખ્યમંત્રી કલેક્ટરને સંકલન સમિતિમાં વારંવાર રજૂઆત કરીએ તેના માત્ર વચનો આપ્યા હતા.પુલ રીપેર થયો નહીં અને આજે તૂટી પડ્યો.આ પુલ તૂટવાથી ૨૬૦ ગામોને હાલાકી ભોગવવાનો વારો આવશે સાથે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ૧૦૮ ને પણ તકલીફ વેઠવા સાથે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is