– ડિસ્ટ્રીક્ટ એસેમ્બલીમાં ૩૦૬ ના ૨૦૨૫-૨૬ ના ચેરમેન તરીકે જયશ્રીબેન અમીપરાનો ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઈનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા ઈનરવ્હીલ ડિસ્ટ્રીક ૩૦૬ ની ડિસ્ટ્રિક્ટ એસેમ્બલી “શ્રી અભ્યુદય” નુ સફળ આયોજન અંકલેશ્વર ખાતે સરદાર પટેલ સેવા સમાજમાં ૨૨ જૂન, રવિવારના રોજ કરવામાં આવ્યું હતું.ડિસ્ટ્રીક્ટ એસેમ્બલીમાં ૩૦૬ ના ચેરમેન તરીકે જયશ્રીબેન અમીપરા નો ઈન્સ્ટોલેશન, ઈનરવ્હીલ એસોસિએશન પ્રેસિડેન્ટ એટલે કે નેશનલ પ્રેસિડેન્ટ જ્યોતિ મહીપાલ ના હસ્તે કરવામાં આવ્યું હતું.જયશ્રીબેન અમીપરા ડિસ્ટ્રિક્ટ ૩૦૬ ના ચેરમેન તરીકે પ્રસ્થાપિત થયા અને ૨૦૨૫-૨૬ માં સ્ત્રીઓ અને દીકરીઓના ઉત્થાન માટેના કાર્યક્રમ આપશે.ઈનરવ્હીલ ડિસ્ટ્રીક ૩૦૬ અંતર્ગત ૪૮ ક્લબ,જેમાં ગુજરાતમાં સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન અને સેન્ટ્રલ ઝોન તથા મહારાષ્ટ્રના અમુક હીસ્સા સહભાગી થતા હોય છે. આ પ્રસંગમાં ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રસ્થાપિત ક્લબો માંથી ૩૦૦ થી વધારે ક્લબ મેમ્બર્સ હાજરી આપી હતી પ્રસંગને દીપાવ્યો હતો.જયશ્રીબેનને આપેલા ૨૦૨૫-૨૬ ના વિઝનને ઉપસ્થિત બધા મેમ્બરોએ ખૂબ ઉત્સાહથી સ્વીકાર્યો અને પરિપૂર્ણ કરવાની વચન આપ્યું હતુ.ઉપરાંત આ પ્રસંગમાં PIIWP ડૉ.બીના વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગની સંયોજક તરીકે માર્ગરેટ Golding એવોર્ડ વિનર PDC મીરા પંજવાણી, ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર અંજુ કાલરા અને પીડીસી દક્ષા શાહ તથા ઈનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના દરેક મેમ્બરે ખૂબ જ મહેનત કરી હતી.ઉપરાંત ગતવર્ષ ૨૦૨૪-૨૫ નો કરેલા કાર્યોની ઝાંખી દર્શાવી હતી.જેમાં ડિસ્ટ્રીકમાં ત્રણ કરોડ થી વધારેના મૂલ્યના કાર્યો સ્ત્રીઓ અને દીકરીઓ માટે અભ્યાસ અને દીકરીઓના ઉત્થાન માટેના કાર્યો કરવામાં આવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is