– ભરૂચ અને વડોદરાના વાર્તાકાર દર્શનાબેન વ્યાસઅને વડોદરાના વાર્તાકાર જયશ્રીબેન પટેલનું ટૂંકી વાર્તા ઉપર વ્યાખ્યાન યોજાયું
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા,નર્મદા સાહિત્ય સંગમ અને શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન રાજપીપળાના સંયુક્ત ઉપક્રમે વાર્તા લેખન અંગેનો એક દિવસીય રાજ્ય કક્ષાનો પરિસંવાદ અને વાર્તા લેખન શિબિર યોજાયો હતો.
આ પરિસંવાદમાં મુખ્ય મહેમાન તરીકે કરણસિંહ ગોહિલ,પ્રિન્સિપાલ અને મહામંત્રી ગુજરાત વ્યાયામ વ્યાયામ મંડળ, રાજપીપલા તથા અતિથિ વિશેષ પદેશ્રી પ્રહલેશ આચાર્ય, ઈ.ચા.પ્રિન્સિપાલ,શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન, રાજપીપળા, જ્યોતિ જગતાપ, પ્રમુખ :જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને મંત્રી અને સાહિત્યકાર દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
જન કલ્યાણ સેવા ટ્રસ્ટ પ્રમુખ જ્યોતિ જગતાપે સંસ્થાનો પરિચય આપી સંસ્થા દ્વારા યોજાતી સાહિત્યિક પ્રવૃતિઓનો ખ્યાલ આપ્યો હતો.સાહિત્યકાર દીપક જગતાપે કાર્યક્રમનું સફળ આયોજન કરી નર્મદાના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર વાર્તા લેખન પરિસંવાદ યોજી નર્મદામાં સહિત્યની યોજાતી વિવિધ પ્રવૃતિઓઓનો ખ્યાલ આપ્યો હતો.શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ઓફ ફીઝીકલ એજ્યુકેશન, રાજપીપળા ખાતે વાર્તા લેખન શિબિરમાં વાર્તા લેખનમા રસ ધારાવનાર રસીકો કોલેજના વિદ્યાર્થીઑ તેમજ નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો જોડાયા હતા.
વાર્તાકાર દર્શનાબેન વ્યાસે ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તામાં પાતત્રાલેખન, સંવાદ, અને ભાષાશૈલી વિષય ઉપર તથા વાર્તાકાર જયશ્રીબેન પટેલ ટૂંકી વાર્તાનો ઉદ્દભવ, સ્વરૂપ,વાર્તામાં કથા અને માવજત વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું.બન્ને વક્તાઓએ વાર્તા લખવાની કળા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપી ઉત્તમ વાર્તાકથન કરી વિદ્યાર્થીઓએ શિબિર માં વાર્તા લખવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.




