(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ચીખલી બોરીદ્રા ના બે આરોપીઓને નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે ચુકાદો આપી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફ્ટકારી છે.આં કેસના આરોપીઓ (૧) પ્રવિણભાઈ ઉર્ફે ભયુ અમૃતભાઈ ઉર્ફે અમરત વસાવા તથા (૨) અમૃતભાઈ ઉર્ફે અમરત કારીયાભાઈ વસાવા બંન્ને મુળ રહે. નાની ચીખલી (બોરીદ્રા) તા.નાંદોદ જી.નર્મદા બંન્ને હાલ રહે. નરસિંહ ટેકરી,રાજપીપળા તા.નાંદોદ જી.નર્મદાને ઈ.પી.કો.કલમ ૩૦૭,૩૨૪,૫૦૪,૧૧૪ મુજબના શિક્ષાપાત્ર ગુનાના કામે અદાલતની ઈન્સાફી કાર્યવાહીમાં સરકારી વકીલ પ્રવીણકુમાર એચ. પરમારની ધારદાર દલીલો નામદાર અદાલતે ગ્રાહ્ય રાખી નામદાર પ્રિન્સી. સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબે આરોપીઓને ખૂન કરવાની કોશિશ કરવાના ગુના સબબ તકસીરવાન ઠેરવી આરોપીઓને ઈ.પી.કો. કલમ ૩૦૭ તથા ૧૧૪ હેઠળ ૧૦ વર્ષની સખત કેદની સજા અને આરોપીઓને રૂ.૫૦૦૦ નો દંડની સજા તથા દંડ ન ભરે નો ૩ માસની વધુ સાદી કેદની સજાનો હુકમ આજરોજ ફરમાવેલ છે.
પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે, તા.૨૫/૧૧/૨૦૨૦ નારોજ ફરીયાદી કાંતિભાઈ મંગાભાઈ વસાવા પોતાના ઘરે હાજર હતા તે વખતે સાંજના સાડા પાંચ વાગ્યે ટેપ રેકોર્ડ જોર જોરથી વગાડવા બાબતે બોલાચાલી ઝગડો થયેલ તે બાબતે આરોપી પ્રવીણભાઈ એકદમ ઉસ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો બોલી ફરીયાદી કાંતીભાઈ સાથેઝપાઝપી થયેલ આં ઝગડામાં ચપપુ વડે હુમલો કરતાં ફરીયાદીની પત્ની ઉર્મીલાબેન વચ્ચે આવી જતા તેના પીઢના ભાગે ચપ્પુ મારી ઈજા કરી દીધેલ ચપ્પુ ફરીયાદીના પુત્ર ચિરાગભાઈને મારી નાખવાના ઈરાદે છાતીના ભાગે તેમજ કમરના ભાગે તેમજ ડાબાના હાથના ખભાના પાછળના ભાગે મારી જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી અનેતે રીતે બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલ છે.સદરહુ કેસ નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પ્રવીણકુમાર એચ.પરમારનાઓએ ફરીયાદ પક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા મોખીક દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારેલ છે.




