ઝઘડિયાની ભારત ગેસ એજન્સીના ગ્રાહકોના ખાલી સિલિન્ડર જમા કરાવ્યા બાદ રિફિલ કરી સિલિન્ડર નહીં મળતા રજૂઆત

SHARE:

– જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી ગેસ એજન્સીના ગોડાઉન માંથી સિલિન્ડર સગેવગે કરવાની ઘટનામાં ગેસ એજન્સીના સંચાલકનો પણ હાથ હોવાની શંકા વ્યક્ત કરી તપાસની માંગણી કરી 

(જ્યશીલ પટેલ,ઝઘડિયા)

ઝઘડિયાની ભારત ગેસની નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉન માંથી ચાલુ સપ્તાહે જ ૯૫૬ જેટલા ગેસ બોટલો સગેવગે થયા હોવાની ફરિયાદ ગેસ એજન્સીના સંચાલક દિગ્વિજયસિંહ વળવી એ ઝઘડિયા પોલીસ મથકમાં કરી છે, ચાલુ માસની શરૂઆતની તારીખોમાં કેટલાક ગ્રાહકો દ્વારા પોતાના ગેસ સિલિન્ડર બુક કરાવ્યા હતા પરંતુ તે સમયસર નહીં મળતા તેઓએ ગોડાઉન પર જઈ ગેસ સિલિન્ડરની માંગણી કરી હતી.તે દરમ્યાનગેસ એજન્સીના સંચાલકો દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગેસ સિલિન્ડરનો સ્ટોક નથી તમે તમારા ખાલી ગેસ સિલિન્ડર જમા કરાવી જાઓ અને જે ભાવ વધારાના પૈસા છે તે જમા કરાવી જાઓ, તેમ કહેતા કેટલા ગ્રાહકોએ ખાલી ગેસ સિલિન્ડર જમા કરાવી ભાવ વધારા સાથે પૈસા ભરેલા રસીદ પર “ગેસ સિલિન્ડર જમા છે” તેમ લખાવી લીધું હતું.ત્યાર બાદ ગેસનો સિલિન્ડરનો સ્ટોક આવી ગયા બાદ ખાલી સિલિન્ડર જમા કરાવેલા ગ્રાહકોએ તેની રિફિલની માંગણી કરી હતી.ત્યારે ગેસ એજન્સી સંચાલકે એવો જવાબ આપ્યો હતો કે હાલમાં ગોડાઉનમાંથી સ્ટોર કીપર દ્વારા ૯૫૬ જેટલા બોટલો સગેવગે કર્યા છે,અને તેની ફરિયાદ ઝઘડિયા પોલીસ મથકમાં આપી છે, જેથી તે મુદ્દામાલની રિકવરી આવશે બાદમાં તમારા રિફિલ કરેલા બોટલો આપવામાં આવશે, ત્યારે આવા ગ્રાહકોની હાલત કફોડી બની છે અને તેઓને પોતાના ઘરમાં રાંધવા માટે કોઈ વિકલ્પ ન હોય સવાર સાંજ હોટલના ભરોસે બેસવું પડે છે! ત્યારે ઝઘડિયા ગામના દર્પણ ભાટિયા અને મનીષ વસાવા દ્વારા પણ ખાલી સિલિન્ડર ભળી રસીદ પર સિલિન્ડર જમા છે તેવું લખાવેલ છે, છતાં પણ રિફીલ કરેલ સિલિન્ડર નહીં મળતા આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષકને એક અરજી કરી જણાવ્યું હતું કે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં તા.૧૬.૬.૨૬ ના રોજ નોંધેલ એફઆઇઆરમાં ફરિયાદી નિસર્ગ ગેસ એજન્સીના સંચાલક દિગ્વિજયસિંહ પૃથ્વીસિંહ વળવી અને ગેસ એજન્સીના માલિક પણ નિસર્ગ ગેસ એજન્સીના ગોડાઉન માંથી ૯૫૬ ગેસના સિલિન્ડર સગેવગે કરનાર પિયુષ ભગુભાઇ ગામીત સાથે સામેલ હોવાની આશંકા વ્યકત કરી છે અને ફરિયાદી પણ શંકા ના ડાયરામાં આવે છે, અરજદારોએ જણાવ્યું છે કે છેલ્લા ૧૫ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ગેસ બોટલ સગેવગે કરવાનું એક વ્યક્તિનું કામ નથી, જેથી તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને અરજ કરી છે કે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆરમાં ગેસ એજન્સીના સંચાલક માલિક વિરુદ્ધ પણ તપાસ કરી અને આરોપી બનાવી સજા કરવામાં આવે, તેમજ જમા કરેલા સિલિન્ડર રિફિલ કરી ગ્રાહકોને આપવા આપવામાં આવે તેમ જણાવ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!