– ભગતસિંહ સહિતના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
ભરૂચ,
બીએનએસ ગ્રુપ અને નવનિર્માણ સંઘના સંયુક્ત સહયોગથી જ્યોતિનગર સ્થિત મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.23 માર્ચને બલિદાનદિન તરીકે નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું.જે દિવસે આપણા દેશ માટે શહીદ થયેલા ભગતસિંહ, રાજગુરુઅને સુખદેવજીને યાદ કરવામાં આવ્યા હતા.આ અવસરે યુવાનોમાં દેશભક્તિનો જુસ્સો અને સેવા ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.શિબિરમાં 50થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે યુવાનો દ્વારા માનવ સેવા માટે આગળ આવવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેમજ આવનારા સમયમાં પણ આવા સેવાકીય કાર્યો વધુ પ્રમાણમાં યોજવાના સંકલ્પ લેવાયો હતો.આ કાર્યક્રમ દરમ્યાન પૂર્વ ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ, બીએનએસ ગ્રુપના પ્રમુખ કિરીટ પટેલ તથા સંસ્થાના અન્ય સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




