ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર

SHARE:

ભરૂચ,

ભરૂચના વાલિયાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા કસ્ટોડિયન કમિટીને બરખાસ્ત કરી તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ખાતે આવેલ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે મંડળીના સભાસદો દ્વારા ચૂંટાયેલા વ્યવસ્થાપક મંડળને બરખાસ્ત કરી માર્ચ-૨૦૨૨થી કસ્ટોડિયન કમિટી નિયુક્ત કરી છે.ગુજરાત સહકારી અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૭૪-ડી મુજબ, આવી કસ્ટોડિયન/વ્યવસ્થાપક વ્યવસ્થા માત્ર તાત્કાલિક અને મર્યાદિત સમયગાળા માટે જ હોઈ શકે છે અને નિર્ધારિત સમયમર્યાદામાં ચૂંટણી યોજવી ફરજિયાત છે.પરંતુ આજદિન સુધી લગભગ ચાર વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં મંડળીની ચૂંટણી યોજવામાં આવી નથી,જે કલમ ૭૪-ડી ની ભાવના તથા સહકારી લોકશાહી ના મૂળભૂત સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.આ કસ્ટોડિયન કમિટી મંડળીના વહીવટમાં તેમજ સભાસદોના વિશ્વાસ સંપાદનમાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.આથી હાલની કસ્ટોડિયન કમિટીને તાત્કાલિક બરખાસ્ત કરવામાં આવે, આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા તરીકે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ભરૂચ અથવા ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મારફતે યોગ્ય અને અનુભવી અધિકારીની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે અને નિષ્પક્ષ ચૂંટણી યોજવામાં આવે એ સહિતની માંગ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!