(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગરના ચાર રસ્તા વિસ્તારમાં આવેલ ત્રણ દુકાનોમાં તસ્કરોએ એક જ રાત્રમાં ધાપ મારી માત્રને માત્ર રોકડ રકમ ગલ્લામાં રાખેલ તસ્કરો લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે.બીજી તરફ ચાલક તસ્કરોએ સીસીટીવી તોડી ડીવીઆર ઉઠાવી જઈ પુરાવાનો નાશ કરવાની તરકીબ અજમાવી છે.
નેત્રંગ મોવી રોડપર આવેલ દર્શનાનગર સોસાયટીની આગળના ભાગમાં આવેલ શોપિંગ સેન્ટરમાં (૧ ) સાગર ઓટો પાર્ટસ (૨) શિવમ્ સેલ્સ (૩ ) શાહ એન્ટરપ્રાઈઝ નામની ત્રણ દુકાનો એક સાથે આવેલી છે.આ દુકાનોમાં ગઈ કાલે રાત્રિના અગાશીના ઉપરના ભાગેથી તસ્કરોએ ત્રણે દુકાનમાં દાદર માટે બનાવેલ કેબિના ભાગે તોડફોડ કરી દુકાનોમાં પ્રવેશ કરેલ હોય,સાગર ઓટો પાર્ટસ ની દુકાનમાં પ્રવેશ કરી દુકાનના અંદર ના ભાગે લગાવેલ ત્રણ જેટલા સીસીટીવી કેમેરા તોડીને ગલ્લામાં રાખેલ રોકડા રૂપિયા દુકાન ધારક સાહિલ આયુબભાઈ રાઠોડના જણાવ્યા મુજબ એક લાખને દસ હાજર રૂપિયા રોકડાની સાથે તસ્કરોએ ડીવીડી ઉઠાવી ગયા છે.જ્યારે શિવમ્ સેલ્સના માલિક જેઠાભાઈ ગુર્જરના જણાવ્યા મુજબ ગલ્લા માંથી ચાર થી પાંચ હજાર રોકડા કાઢી ગએલ હોવાનું જણાવ્યુ છે.જ્યારે શાહ એન્ટરપ્રાઈઝ ના માલિક સન્નીભાઈ ધવીનભાઈ શાહના જણાવ્યા મુજબ ગલ્લા માંથી રૂપિયા દસ હજાર ની આસપાસ ની રોકડા ની ચોરી થયેલ હોવાનું જણાવ્યુ છે.આજે સવારે ત્રણે દુકાનધારકોએ દુકાનો ખોલતા જ ચોરી થયાનું માલુમ પડતા નેત્રંગ પોલીસ ને જાણ કરાતા પીઆઈ આર સી વસાવા તેમજ પોલીસ સ્ટાફ ના પોલીસ કર્મચારીઓએ ધટના સ્થળે આવી તપાસ હાથધરી છે.આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધીમાં એફઆરઆઈ થઈ નથી.




