– 1 જીલ્લા પંચાયતની 34 બેઠક અને 9 તાલુકાની પંચાયતોની 182 બેઠક માટે 8,67,518 લાખ મતદારો
– 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે 2,19,004 લાખ મતદારો
ભરૂચ,
ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સંકળાયેલા પોલીંગ ઓફિસરોની તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બે સેશનમાં 600 જેટલા પોલિંગ ઑફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસર તાલીમ મેળવી હતી.
આગામી 26 મી એપ્રિલના રોજ ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.પાલિકાની ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય અને ચૂંટણી સમયે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ત્રણ તબક્કામાં તાલીમ યોજાનાર છે.ત્યારે આજરોજ ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પોલીંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસરનો તાલીમનો કાર્યક્રમ યોજાયો હતો.બે સેશનમાં 600 જેટલા પોલિંગ ઑફિસર અને આસિસ્ટન્ટ પોલિંગ ઑફિસર ભાગ તાલીમ મેળવી હતી.જેમાં હાજર પોલિંગ ઑફિસરોને મતદાન મથકે લેવામાં આવનાર તમામ પ્રકારની કામગીરી અને મતદાન માટેના ઈવીએમ મશીનના ઉપયોગ અંગેની તાલીમ સાથેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ અંગે નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી પ્રદિપ જાખડે માહિતી આપતાં જણાવ્યું હતું કે 1 જીલ્લા પંચાયતની 34 બેઠક અને 9 તાલુકાની પંચાયતોની 182 બેઠક માટે 8,67,518 લાખ મતદારો અને 4 નગરપાલિકાઓની 132 બેઠકો માટે 2,19,004 લાખ મતદારો નોંધાયા છે.ત્રણ તબક્કામાં તાલીમ ચાલનાર છે અને આગામી દિવસોમાં તાલુકા લેવલે ઈવીએમની ફાળવણી પણ કરવામાં આવનાર છે.જેથી 26 મી એપ્રિલના રોજ મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.




