(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભાજપે છેલ્લી ઘડી સુધી રાજપીપલા નગરના ઉમેદવારો ની જાહેરાત ના થતા ભાજપાના ઉમેદવારો અવઢવમાં મુકાયા હતાં બે દિવસથી ફોર્મ ભરનારા ઉમેદવારોને ફોર્મ ભરવા જણાવી દઈ મહત્વના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જણાવ્યું હતું.પરંતુ કોને ટિકિટ આપી છે તે જણાવતા વાવેદ વારો મૂંઝવણમાં મુકાયા હતા.આજે ફોર્મ ભરવાના દિવસે ઉમેદવારોને કમલમ કાર્યાલય પર ઉપસ્થિત રહી હરસિદ્ધિ માતાના દર્શન કરી ફોર્મ ભરવા જવાની સૂચના આપી હતી.પરંતુ ટિકિટ કોને મળશે કે નહીં મળશે તેને ઓર્ડરમાં તમામ ઉમેદવારો દોડા દોડી કરતા હતા.આમાં સૌચાલયનું પ્રમાણપત્ર મેળવવું પોલીસ સ્ટેશન માંથી ચાલચાલગતનું પ્રમાણપત્ર મેળવવું,આવકના દાખલાથી માડીને મિલકત સંબંધી નોકરી કરવાથી માડીને અનેક પ્રકારના ડોક્યુમેન્ટ મેળવવા ઉમેદવની દોડધામ વધી જવા પામી હતી.છેલ્લી ઘડી સુધી ડોક્યુમેન્ટ હજુ ના કરી શકતા ઘણા આજે ફોર્મ પણ ભરી શક્યા નહોતા. ભારતીય જનતા પાર્ટી એ મેન્ડેટ ના આપતા આવતી કાલે મેન્ડેટ આપે તેવી શક્યતા હોઈ ઉમેદવારો ટેન્શન માં આવી ગયા હતાં.હવે આવતીકાલે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આવતીકાલે છેલ્લું ચિત્ર સ્પષ્ટ થશે તેમ લાગી રહ્યું છે.




