આમોદ નગર પાલિકા ચૂંટણી માટે કોંગ્રેસ, અપક્ષ અને આમ આદમી પાર્ટી મળી કુલ ૨૦ ઉમેદવારી ફોર્મ ભરાયા

SHARE:

– આમોદ પાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારોમાં ગભરાટ 

– આમોદ તાલુકા પંચાયતની ૧૬ સીટ માટે ૧૦ ફોર્મ તેમજ તેમજ જીલ્લા પંચાયત માટે ૨ ફોર્મ ભરાયા

ભરૂચ,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આમોદ નગર તથા તાલુકામાં ગરમાવો જોવા મળી રહ્યો છે.જેમાં આમોદ નગરપાલિકાની કુલ ૨૪ બેઠકો માટે આજ રોજ કોંગ્રેસ,આમઆદમી પાર્ટી તેમજ અપક્ષ મળી કુલ ૨૦ ફોર્મ ભરાયા હતા.જેથી રાજકીય માહોલ ગરમાયો હતો. હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારી ફોર્મ ભર્યા નથી જે આવતી કાલે ભરવાના હોય તેવું જાણવા મળ્યું છે.આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં આમ આદમી પાર્ટીના બે ઉમેદવારોએ ફોર્મ ભરતા ભાજપ કોંગ્રેસમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.તેમજ આમ આદમી પાર્ટી વોર્ડ નંબર ૫ તેમજ ૬ માં ઉમેદવારી ફોર્મ ભરી ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ કરી દીધી હતી.આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરતા ઉત્સાહ જોવા મળ્યો હતો.

આમોદ તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે આજ રોજ ૧૦ ફોર્મ ભરાયા હતા.જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા હતા.ગત રોજ જીલ્લા પંચાયતની બે બેઠકો ઈખર અને આછોદ બેઠક ઉપર કોંગ્રેસના બે ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ઇખર બેઠક ઉપર આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભર્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!