નેત્રંગના મોરીયાણા ગામે જુગારધામ પર રેડ કરી રૂપિયા ૫૦૦ ના મુદ્દામાલ સાથે ૩ મહિલા જુગારીને ઝડપી લીધી : ૨ ફરાર

SHARE:

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઈ વી એસ વણઝારાનાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પોહીબીશન જુગારની અસામાજીક પ્રવુતિને નેસ્તનાબૂદ કરવા આપેલ સુચના અનુસંધાને નેત્રંગ પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહન મારફત પોહીબીશન જુગારની વોચ તપાસમાં પેટ્રોલિંગમાં હતા.તે સમયે ચોક્કસ બાતમીદાર થી બાતમી મળેલ કે મોરીયાણા ગામે દવાખાના ફળીયામાં રહેતા રતિલાલ માનસીંગના ઘર પાછળ આવેલ ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલીક મહિલાઓ ભેગા મળી પતાપાનનો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે.જે બાતમી હકીકત મુજબ પોલીસે રેડ કરતા જુગાર રમતા ત્રણ જુગારી મહિલાઓ ઝડપાઈ હતી.જેમાં (૧) શનિ હિરાભાઈ વસાવા ઉ.વ.૪૫ (૨) ભંગળી કનુભાઈ વસાવા ઉ.વ.૫૦ (૩) પ્રિયંકા મુકેશભાઈ વસાવા ઉ.વ.૩૫ (તમામ રહે, દવાખાના ફળીયુ મોરીયાણા તા.નેત્રંગ જિ.ભરૂચ) તમામની અટકાયત કરી અગજડતી તેમજ દાવ પરના રોકડા રૂપિયા ૫૦૦ મુદામાલ જપ્ત કરી તેવોની પુછપરછ કરતા ફરાર થયેલા બે મહિલાઓ (૧) અંબુબેન ભગવાનસીંગ વસાવા (રહે.મોરીયાણા દવાખાના ફળીયું તા.નેત્રંગ જિ.ભરૂચ (૨) ઉર્વશી મહેન્દ્રભાઈ વસાવા (રહે.ફોકડી જીઇબી સબસ્ટેશન પાછળ તા.નેત્રંગ જિ.ભરૂચ) ને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!