સાંસદ મનસુખ વસાવાની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભરૂચ નર્મદાના રાજકારણમાં મોટો ઉલટફેર

SHARE:

– ભરૂચ બેઠક પર અનેક દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાંસદ મનસુખ વસાવાની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભરૂચ નર્મદાના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે.

ભરૂચ બેઠક પર અનેક દાવેદારોના નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે.ભરૂચ બેઠક આમતો સામાન્ય બેઠક છે છતાં વર્ષોથી આ બેઠક પર આદિવાસી ઉમેદવારો જ ઉભા રહેતા આવ્યા છે. સ્વ.ચંદુભાઈ દેશમુખ પછી આ બેઠક પરમનસુખ વસાવા એક ધારી સાત સાત ટર્મથી ભાજપના કદાવર નેતા તરીકે એક હથ્થું શાશન ચલાવતા આવ્યા છે કોંગ્રેસ ના અહેમદ પટેલ અનેછેલ્લે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા મેદાને પડ્યા હતાં પણ બધાને મનસુખ વસાવા સામે હારનો સામનો કરવો પડ્યો હતો જોકેછેલ્લી લોક્સભા માં 5 લાખથી વધુ મતથી જીતવાનો લક્ષય મનસુખ ભાઈ પાર પાડી શક્યા નહોતા. ચૈતર વસાવા સામે કાંટાની ટક્કર આપવા છતા એક લાખ કરતાં ઓછા મતે જીત માંડ મળી હતી.બીજું કારણ તેમની ઉંમર અને નાદુરસ્ત તબિયત પણ ચૂંટણી મેદાન છોડવાનું કારણ પણ છે હાલ તો નવા યુવા કાર્યકર્તાઑ ને તક મળે એટલે બીજા માટે પોતાની જગ્યા ખાલી કરી આઠમી ટર્મ નહીં લડવાની જાહેરાત કરતાં હવે ભરૂચ બેઠક પર ઘણા નવા નામોની ચર્ચા શરૂ થઈ ગઈ છે જેમાં સૌથી પહેલું નામ સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા ઘનશ્યામ પટેલ આવે છે. એ ઉપરાંત પૂર્વ સાંસદ સ્વ ચંદુભાઈ દેશમુખ ની દીકરી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ પણ  પિતાના પગલે આ બેઠકની દાવેદાર બની શકે છે જયારે ભરૂચના ભારત સિંહ પરમાર માટે પોતાની જગ્યા ખાલી કરવા અગાઉ તૈયાર થયા હતાં એ ભારત સિંહ પરમારનું નામ પણ ચર્ચામાં છે તો સામે કોંગ્રેસ માંથી અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલ પણ દાવેદાર બની શકે છે જયારે સૌથી મજબૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ફરી મેદાને ઉતરશે આ યાદી હજી વધું આગળ જતા લાંબી બની શકી છે.

સાંસદ મનસુખ વસાવા એ હવે પછી આઠમી ટર્મમાં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે ત્યારે મારા પછી હવે યુવા કાર્યકરને તૈયાર કરવા જોઈએ જેથી હું હવે આઠમ ચૂંટણી નહીં લડુ.એવી જાહેરાતથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે. 

 

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!