– વોર્ડ 2 અને 3 માં એક જ પરિવારના ત્રણ ઉમેદવારને ટિકિટ કેમ આપવી પડી?
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા નગરપાલીકામાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વોર્ડ નં.૨ માં રહેતા એક જ પરીવારને વોર્ડ નં.૨ ની 2 ટીકીટ તથા વોર્ડ નં.૩ ની એક ટીકીટ ફાળદે વામાં આવી છે.ભાજપ દ્વારા તેમના જ નિયમોને ઘોળીને પી જવામાં આવ્યા છે.જેમને વોર્ડ નં.૨ ના બે સભ્યોને તથા વોર્ડ નં.૩ ના એક સભ્યોને ભાજપ દ્વારા મેન્ડેડ આપવામાં આવેલ છે તે કુલ 3 વ્યક્તિ ભાજપ દ્વારા હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયામાં હાજર પણ ના હતા. જેઓ ભાજપ ના સક્રિય સભ્યો પણ નથી.તેવા લોકો ભાજપ દ્વારા ટીકીટો અપાય છે.જેનો વિરોધ વોર્ડ નં. ૨ તથા ૩ ના જુના ભાજપના સક્રિય કાર્યકરો વિરોધ કરી રહયા છે.આવા નિષ્ક્રિય સભ્યોને ટીકીટ આપીને શું ફાયદો ? તે પણ લોક મુખે ચર્ચાનો વિષય ચાલે છે.ભાજપ એક મજબુત પક્ષ હોય છતાં પણ એક જ પરીવારને એક થી વધુ ટીકીટની પસંદગી કરવાનો હકક કેવી રીતે આપી શકે ? શું ભાજપના નેતાઓ આ બાબતે સક્ષમ નથી કે શુ ? એક પરીવારમાં એક ટીકીટ તે નિયમ અહીં કેમ લાગુ ના થયો? શું નર્મદા ભાજપ એક જ પરીવાર ને શરણે થઈ ગયા? તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે.તે પણ એક ખૂબ મોટા પ્રશ્ન છે.એવા તે કયા ભાજપના નેતાનો હાથ છે કે એક જ પરીવારને ત્રણ ત્રણ ટીકીટ નકકી કરવાના હકકો અને ટીકીટ પણ આપી દેવામા આવી ? તે નેતાનું નામ પણ બહાર આવવું જરૂરી છે.આ અંગેનો એક પત્ર પણ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું જાણવા મળેલ છે.જો ભાજપ ને એક જ પરીવારને 3 ટીકીટની સોંપણી આપવી હતી તો ભાજપ પક્ષે વોર્ડ નં. ૨ અને ૩ ની સેન્સ પ્રક્રિયા શા માટે રાખી ? સેન્સ પ્રક્રિયામાં જે ઉમેદવારો હાજર હતા તો તેમનું શું ? આ બાબતે કોઈ મોટી રાજ રમત રમાઈ ગઇ હોય તેમ લાગે છે.એક જાગૃત નાગરીક દ્વારા આની નોંધ લઇને ઉપર સરકાર સુધી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.જુના પક્ષના કાર્યકરોની અવગણના થઈ રહી છે.તો ભાજપ પક્ષ મજબુત કેવીરીતે બનશે? હાલ પ્રજામાં અનેક વાતચીતો ચાલી રહી છે.આવનાર દિવસોમાં ભાજપ પક્ષે ભારે નુકશાન સહન કરવું પડશે તેવી લોક ચર્ચા પણ છે.ભાજપનાટો ચના નેતાઓએ આ બાબત ને ધ્યાનમાં લઈને તાત્કાલીક અસરથી આ પરીવાર વાદની પ્રથા દુર કરવી જોઈએ અને દરેક જુના પક્ષના કાર્યકરો ને પણ ચૂંટણી લડવાની તક આપવી જોઈએ એવી પ્રજાની માંગણી છે.લોક ચર્ચા તો એવી પણ વહેતી થાય છે કે વિધાનસભા માં અને નગરપાલિકામાં પરસપર સમજૂતી થયેલ હોવાનું સેટિંગ થયેલ હોવાની ચર્ચાએ પણ પકડ્યું છે જેમાં પાયાના કાર્યકર્તાઑ અને સામાન્ય બેઠકના ઉમેદવારને અન્યાય થતો હોય છે.એ જોતા એવું લાગેછે કે રાજપીપલા નગરપાલિકાનું રાજકારણ હવે પ્રજાલક્ષી નહીં પણ સત્તાલક્ષી થઈ ગયું છે.બીજી તરફ વિરોધપક્ષનો અને આમ જનતાનો એવો પણ આક્ષેપ છે કે નગરપાલિકાના વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસની પણ માંગ આમ જનતામાં ઉઠી છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યા પછી રાજપીપલાનો વિકાસ રૂંધાયો છે.




