આમોદ શમા ચોકડી પાસે ટ્રિપલ અક્સ્માત સર્જાતા બાઈક ઉપર સવાર ૫૦ વર્ષીય મહિલાનું મોત

SHARE:

– નોકરી ઉપર હાજર ટી.આર.બીના જવાનોએ મનાવતા મહેકાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડયા 

ભરૂચ,

આમોદ શમા ચોકડી પાસે આજરોજ બપોરના સમયે ગંભીર ત્રિપલ અક્સ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ઉપર સવાર એક મહિલાનુ ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.જ્યારે અન્ય લોકોને ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા.પોલીસે કાર ચાલક સામે અક્સ્માત ગુનો નોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ શમા ચોકડીથી દૂર પાણીની ટાંકી પાસે વાગરાથી રાકેશભાઈ જયંતિભાઈ પટેલ તેમની માસી રમીલાબેન ગણપતભાઇ પરમાર તેમજ ભત્રીજી ધ્રુવિબેન હિતેન્દ્રભાઇ પરમાર સાથે જંબુસર તરફ જતા હતા.ત્યારે આમોદની શમા ચોકડીથી થોડે દૂર પાણીની ટાંકી પાસે જંબુસરથી ભરૂચ તરફ જતી અલ્ટો કારના ચાલક હાર્દિક ભિષ્મદેવસિંહ ચૌહાણ રહેવાસી.બ્રાહ્મણ ફળીયુ, અટાલી ગામ તા.વાગરા જી.ભરૂચનાએ પોતાના કબજામાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક ચાલકને ટક્કર મારી ફંગોળી દીધી હતી.ત્યાર બાદ સામેથી આવતા ટ્રેકટર સાથે અક્સ્માત કર્યો હતો.જે અકસ્માતમાં બાઇક ઉપર સવાર રમીલાબેન ગણપતભાઈ પરમાર ઉ.વ.૫૦ રહે.આહીર ફળીયુ વાગરાનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.જ્યારે બાઇક ચાલક રાકેશભાઈજયંતીભાઈ પટેલ ઉ.વ.૩૫ તેમજ ધ્રુવીબેન હિતેન્દ્રભાઈ પરમાર ઉ.વ.૭ રહે.આહીર ફળીયુ, વાગરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.અક્સ્માત થતા જ સ્થળ ઉપર હાજર રહેલા ટી.આર.બીના જવાનો મદદ માટે દોડી ગયા હતા.અને ઈજા પામનારને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડ્યા હતા.ત્યાર બાદ ઇજાગ્રસ્તોને વધુ સારવાર ભરૂચ રીફર કરવામાં આવ્યા હતા.આમોદ પોલીસે મરણ જનારના પુત્ર હિતેન્દ્રભાઈ ગણપતભાઈ પરમારની ફરિયાદ નોંધી કાર ચાલક હાર્દિક ભિષ્મદેવસિંહ ચૌહાણ સામે અક્સ્માતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથધરી હતી.જેની તપાસ આમોદના પોલીસ ઈન્સપેકટર આર.બી.કરમટિયા ચલાવી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!