જંબુસરમાં મગરે વ્યક્તિ પર હુમલો કર્યો : મગર વ્યક્તિને નદીમાં ખેંચી જતા શોધખોળ શરૂ

SHARE:

ભરૂચ,

જંબુસર તાલુકાના બોજાદરા ગામે ઢાઢર નદીમાં એક વ્યક્તિ પર મગરે હુમલો કર્યો છે.મગર તેને નદીમાં ખેંચી જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ રાઠોડ પરિવારનો એક સભ્ય પોતાના પરિવાર સાથે નદી પાર કરવા માટે તરોપા લેવા ગયો હતો. તેણે પોતાની પત્ની અને બે બાળકોને નદી કિનારે ઊભા રાખ્યા હતા.વ્યક્તિ સામેના કિનારે તરોપા લેવા જઈ રહ્યો હતો ત્યારે અચાનક નદીમાં રહેલા મગરે તેના પર હુમલો કર્યો.મગર તેને પાણીમાં ખેંચી ગયો હતો.આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.સ્થાનિક લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરતા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.સ્થાનિક પ્રશાસન અને વન વિભાગને આવા જોખમી વિસ્તારોમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ લોકોને સાવચેતી રાખવા સૂચના આપવા અપીલ કરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!