પંચકોશી નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ : મહિનામાં 9લાખ શ્રદ્ધાળુ નોંધાયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી નર્મદા મૈયાની ઉત્તર વાહિની પંચકોશી નર્મદા પરિક્રમા સંપન્ન થઈ છે.જેમાં એક મહિનામા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જામેલા માહોલ વચ્ચે અને ઓનલાઈન પ્રક્રિયાના વિરોધ અને 40 ડિગ્રી તાપમાન વચ્ચે પણ 9 લાખ શ્રદ્ધાળુ નોંધાયા હતા.
19 માર્ચથી 17 એપ્રિલ સુધી ચાલેલી નર્મદામૈયાની પંચકોશી પરિક્રમામાં ભક્તોની ભીડ રોજે રોજ જોવા મળી હતી.એક મહિનામાં નર્મદા પરિક્રમા યાત્રામાં 9 લાખ આંકડો પાર થઈ ગયો છે.અનેક પ્રકારની પરિસ્થિતિ વચ્ચે સુખદ યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.પરિક્રમાના અંતિમ ચરણમાં ભક્તોની વધુ ભીડ જોવા મળી હતી.
અખિલ ભારતીયસંત સમિતિના જિલ્લાપ્રમુખ સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે, “નર્મદા પંચકોશી પરિક્રમામાં ઍક મહિનો ચાલતા યાત્રામાં સ્થાનિક રોજગારી માટેખૂબ જ સુંદર સારો અવસર પ્રાપ્ત થયો હતો.’200થી વધારે ચાલતા ખાનગી વાહનોટેમ્પો ને ખૂબ સારી રોજગારી પ્રાપ્ત થઈ આ યાત્રા સૌને સુખાકારી માટે આશીર્વાદરૂપ બની સ્થાનિક મંદિરો ખૂબ જ આર્થિક સમૃદ્ધિ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે પ્રશાસન દ્વારાલાઇટિંગ સ્વચ્છતાની ખૂબ સારી વ્યવસ્થાથી ભક્તો પ્રભાવિત થયા સોશિયલ મીડિયાના પ્રચાર અને પ્રસારના કારણે પરિક્રમાની અંદર ભક્તોનું ભોડડાપુર જોવામળ્યું હતું.આવનારા દિવસની અંદર બંને બાજુ બ્રિજ તૈયાર થઈ જાય તે આશા અપેક્ષા ભક્તો રાખી રહ્યા છે.
છેવટના દિવસોમાં 40 ડિગ્રી અસહ્ય કાળ ઝાળ ગરમી હોવા છતાં પરિક્રમા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.40 ડિગ્રી ગરમીમાં પણભક્તોની હકડે ઠઠ ભીડ  જામી હતી ગરમીને કારણે ઠંડકમાં રાતે અને સવારે પરિક્રમા કરી હતી જોકે ઓનલાઈન પ્રક્રિયાના કારણે સંખ્યામાં થોડો ઘટાડો ચોક્કસ થયો છે અન્યથા આ આંકડો હજી વધી શક્ત.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!