– ભાજપાના ધારાસભ્યનું સન્માન ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્ય ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી જતા રાજકીય ગરમાવો
– સાંસદ મનસુખ વસાવા ધારાસભ્યના સમર્થનમાં ધરણા પર બેઠા : જવાબદાર જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ
– જ્યાં સુધી રાજીનામુ નહીં આપે ત્યાં સુધી ઘરણા પર બેસી રહેવાની વાત કરી : જિલ્લા પ્રમુખ રાજીનામુ નહીં આપે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની ધારાસભ્યની ચીમકી
– જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે ધારાસભ્ય,સાંસદના ગંભીર આક્ષેપો : પ્રદેશકક્ષા સુધી નર્મદા ભાજપાના સંગઠન તૂટ્યા બાબતે ગંભીર રજુઆત
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયાનો કાર્યક્રમ માં ધારાસભ્ય નાંદોદના ડો દર્શનાબેન દેશમુખ આજે ચાલુ સભાએ વોકાઉટ કરી જતા રાજકારણ ગરમાયું હતું.
ડૉ.દર્શનાબેન દેશમુખને પ્રવચનના કરાવતા સીધા સાંસદને પ્રવચન કરવાનું કહેવાતા સાંસદ અને ધારાસભ્ય જિલ્લા પ્રમુખ પર અકળાયા હતાં. અને મંચ પર બેઠેલા મન્ત્રીસાંસદ ની હાજરીમાં ધારાસભ્ય કાર્યક્રમ છોડી જતા હોલમાં સન્નાટો વ્યાપી ગયો હતો.
રાજપીપળા આંબેડકર હોલ ખાતે પ્રબુધ્ધ નાગરિકો નું સન્માનનો કાર્યક્રમ હતોજેમાં આ ઘટના બની હતી.આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા કાર્યક્રમમાં હાજર હતા.
ધારાસભ્ય નાંદોદ ડો.દર્શનાબેન દેશમુખનું અપમાન થતા નારાજ થયાહતા અને ધારાસભ્ય નો પ્રોટોકોલ ના જળવાતા સ્વાગત પણ ના કરાયું એને કારણે પોતાનું અપમાન થયાની લાગણી અનુભવતા વૉકઆઉટ કરીને સીધા ગાંધીજીની પ્રતિમા પાસે જઈને ધોમ ધખતા તાપમાં ધરણા પર બેસી ગયા હતા.
ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરી ગાંધી ચોક વડીયા ખાતે ધરણા પર બપોર સુધી બેસી રહેતા મામલો ગરમાયો હતો.ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી હતી.છેલ્લા બે વર્ષથી ધારાસભ્યનું જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સત્તા તાપમાન કરવામાં આવી રહ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે મનફાવતા લોકોને ટિકિટો આપી દેવાથી અને મનમાની કરી એટલે ચૂંટણી હાર્યા..જિલ્લા અને તાલુકા પંચાયત પણ હારવા માટે જિલ્લા પ્રમુખ નીલ રાવને જવાબદાર ઠેરવતા વધુંમાં જણાવ્યું હતું કે 2022માં ધારાસભ્યની ચૂંટણી હરાવવાં જિલ્લા પ્રમુખે ઘણા પ્રયત્ન કર્યા હતાં.ધારાભ્ય એએમ પણ કહ્યુંહતું કે ગાંધીનગર ના એક મોટા મંત્રી નું જિલ્લા ભાજપ પ્રમુખ ને પીઠબળ હોય એટલે મનમાની કરે છે ..
ધોમ ધખતા તાપમાં ગાંધી પ્રતિમાએ ધારાસભ્ય ની સાથે સાંસદ મનસુખ વસાવાઅને કાર્યકરો પણ ધરણા પર બેસી ગયા હતાં અને સાંસદે પ્રદેશ માં રજુઆત કરી જિલ્લાં પ્રમુખના રાજીનામાની માગ કરી હતી.ધરણા ન છોડવા ની જીદ પછી છત્રી મંડપ લગાવી દેવાયા હતાં.અને જવાબદાર જિલ્લા પ્રમુખના રાજીનામાંની માંગ કરી હતી.જ્યાં સુધી રાજીનામુ નહીં આપે ત્યાં સુધી ઘટરણા પર બેસી રહેવાની વાત કરી હતી.જિલ્લા પ્રમુખ રાજીનામુ નહીં આપે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની ધારાસભ્યની ચીમકી આપતાં નર્મદાનું રાજકારણ ગરમાયું હતું.




