પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી પ્રતિક્રિયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

રાજપીપળામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલની અવગણના અને આદિવાસી મહિલા ધારાસભ્યની અવગણના કરાતા ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે સંગઠનમાં આદિવાસી નેતાઓ, સાંસદો કે ધારાસભ્યનું કોઈનું સન્માન જળવાતું નથી.ધારાસભ્ય દર્શનાબેનનું સન્માન ભારતીય જનતા પાર્ટીમાં ન જળવાતું હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ.

સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું નામ મંચ પરથી લેવામાં ન આવ્યુ,પોતાની વાત મૂકવાનો મોકો ન આપતા રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી.સાત ટર્મથી ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાનું પણ ભાજપ સંગઠન કે સરકારમાં કોઈ માનતું નથી,

મને લાગે છે ભાજપ માટે એક સાંસદ, એક ધારાસભ્ય કરતા એમના જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ વિશેષ હોય છે જે દારૂના વેપલાઓ કરીને એમના હપ્તાઓ ગાંધીનગર સુધી પહોંચાડતા હશે.આખો સમાજ તમારી સાથે છે,એક મહિલા આદિવાસી ધારાસભ્યનું અપમાન એ માત્ર દર્શનાબેનનું અપમાન નથી, આ વિસ્તારની જનતાનું અને આદિવાસી સમાજનું અપમાન છે.આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને અમે જવાબ આપીશું એમ ચૈતર વસાવા ધારાસભ્ય ડેડીયાપાડાએ જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!