શું નર્મદા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ પ્રજા માટે મજાક બની ગયો?!

SHARE:

– 80થી વધુ અરજી માંથી માત્ર 16 જેટલી અરજીને જ કાર્યકમમાં સમાવવામાં આવી? : બાકીની અરજીનું શું? પ્રજામાં નારાજગી 

– રાજપીપલા નગરપાલિકાના નવા ચૂંટાયેલ સભ્યોને ચીફ ઓફીસર માહીતી કેમ નથી આપતા?

– અપક્ષ મહિલા સદસ્યએ કલેકટ૨ને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

એક તરફ રાજપીપલા નગરપાલિકાની તાજેતર માં યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા મહિલા સભ્યએ પાલિકાના ચીફ ઓફિસર પાસે જનહિતમાં માહિતી માંગે તો માહિતી મળતી નથી પછી ફરિયાદી કલેકટ૨ને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી છે. 80 માંથી 16 માં પણ નગરપાલિકા વિપક્ષ કોર્પોરેટરની અરજી લીધી નથી પ્રજાલક્ષી ફરિયાદ લોકશાહીમાં લેવાતી કેમ નથી? એ પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. 

આ અંગે નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મહેશ વસાવાના જણાવ્યા અનુસાર અરજદારોની મજાક કરવા માટે રાખવામાં આવ્યો હોય તે રીતે આશરે 80 જેટલી અરજી માંથી માત્ર16 જેટલી અરજી ને કાર્યક્રમમાં સમાવવામાં આવી છે.જયારે કોર્પોરેટર દામિનીબેન વસાવાની જનહિત માટેની પ્રજાલક્ષી ફરિયાદ લેવામાં કેમ આવી નથી? એવો સવાલ સીધો તંત્ર સામે ઉઠાવ્યો છે.મોટી મોટી જાહેરાતો કરાય છે પણ અરજી ધ્યાને ન લેવાય ત્યારે અરજદારો પરેશાન થતા હોય છે ફરિયાદ નિવારણ કાર્યક્રમ ના નામે ફરિયાદ ઠુકરાવણ કાર્યકમ બની ગયો છે!

આ અગાઉ રાજપીપલા નગરપાલિકાની તાજેતર માં યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ ચૂંટાયેલા મહિલા સભ્ય દામિનીબેન વસાવાએ પાલિકાના વહીવટ સંદર્ભે ચીફ ઓફિસર પાસે માંગેલી માહિતી નહિ આપતા મહિલા સદસ્યએ કલેકટ૨ને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નગરપાલિકા માં પ્રથમવાર ચૂંટાયેલા મહિલા સદસ્ય દામિનીબહેન વસાવાએ પાલિકા વહીવટ થી માહિતગાર થવા મુખ્યઅધિકારી પાસે કેટલીક માહિતી માંગી હતી જેમકે નગરપાલિકાનું કુલ મહેકમ,વિવિધ વિભાગોના વડા માટેની લાયકાત અને હાલ ફરજ બજાવતા કર્મચારીઓની ડિગ્રી કરાર આધારિત કર્મચારીઓની સંખ્યા અને કરારની નકલ હંગામી કર્મચારીઓની સંખ્યા તેમના પગારની માહિતી, કરાર આધારિત કર્મચારીઓની ભરતીના નિયમો તેમજ તે અંગે જે જાહેરાત આપી હોય તેની નકલ,ઈન્ટર્નલ ઓડિટરની લાયકાત તેમજ આ જગ્યા પર હંગામી કર્મચારીની નિમણુંક થઈ શકે કે કેમ? ત્રિમાસિક આવક અને ખર્ચાઓ પાલિકા અધિનિયમ મુજબ પ્રજા માટે જાહેરમાં મુકવાના હોય છે ત્યારે સભ્યોને પણ તેની નકલ આપવાની માંગણી કરી છે જે માહિતી CO એ નહિ આપતા સદસ્ય દામિનીબેન વસાવાએ કલેકટરના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજુઆત કરી છે.ત્યારે ઉપરોક્ત માહિતી કદાચ પાલિકા પ્રમુખ પાસે પણ નહી હોય જયારે એક આદિવાસી મહિલા સદસ્ય એ જાગૃતિ બતાવી માહિતી માંગી છે તેની સૌ પ્રશંસા કરી રહ્યા છે .

અરજદારો ઓ દ્વારા માહે.-જૂન-૨૦૨૬ માસના જિલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ હેઠળ  અરજીઓ કરવામાં આવેલ છે.જે અન્વયે અરજીઓનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ ન કરતા જરૂરી કાર્યવાહી કરવાને બદલે અરજદાર અરજી ફરિયાદ નીવારણમાં પ્રજાની ફરિયાદ ન લેતા અરજી અસલમાં આ સાથે જે તે કચેરીને મોકલી આપવામાં આવે છે એનો શો અર્થ?

લોકશાહિમા પ્રજાને ફરિયાદ કરવાનો, માહિતી માંગવાનો અધિકાર બંધારણે આપેલો છે.જો નર્મદાનું વહીવટી તંત્ર માહિતી ન આપે અથવા ફરિયાદ ન લે તો એ લોકશાહીનું હનન છે.એનાથી પ્રજામાં મેસેજ ખોટો જાય અને તંત્ર પરથી પ્રજાનો ભરશો ઉઠી જશે.ફરિયાદી ગમે તે હોય પ્રજાની ફરિયાદ સાંભળવાની અને ન્યાય આપવાની તંત્રની ફરજ છે.તંત્ર પણ એની ફરજ નિભાવે એ જરૂરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!