(ગણપત મકવાણા,પંચમહાલ)
સરકારી આર્ટ્સ કોલેજ, શહેરાના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે તા. 22 જૂન, 2026ના રોજ “Vidhwan ID તથા Research, Innovation and Extension Grants 2026-27” વિષયક એક દિવસીય માહિતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના 12 અધ્યાપકઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત આચાર્ય ડૉ. જયશ્રી પી. જોષીના પ્રેરણાદાયી ઉદ્બોધનથી થઈ હતી. તેમણે ઉચ્ચ શિક્ષણમાં સંશોધન, નવાચાર અને વિસ્તરણ પ્રવૃત્તિઓના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. રિસર્ચ સેલના સંયોજક ડૉ. કિરણસિંહ નટવરસિંહ રાજપૂતે Vidhwan ID ની નોંધણી, પ્રોફાઇલ સંચાલન અને સંશોધક તરીકેની નિષ્ણાતતા વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત Research, Innovation and Extension Grants 2026-27 અંતર્ગત ઉપલબ્ધ રિસર્ચ પ્રવૃતિ ને પ્રોત્સાહન આપવા ગ્રાન્ટ, પ્રકાશન સહાય, વર્કશોપ, સ્ટાર્ટઅપ, IPR, ઉદ્યોગસાહસિકતા અને SDG આધારિત વિસ્તરણ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક સહયોગ અને MoU ના મહત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.અંતે પ્રશ્નોત્તરી અને ચર્ચા સત્ર યોજાયું હતું.સમગ્ર કાર્યક્રમથી અધ્યાપકઓમાં સંશોધન પ્રત્યે જાગૃતિ અને પ્રેરણામાં વધારો થયો હોવાનું વ્યક્ત કરવામાં આવ્યું હતું. અંતે આભારવિધિ ડૉ. વખતસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.




