લાંબા સમય બાદ નર્મદા જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમવાર આજથી આમ આદમી પાર્ટીનું વિધિવત સાશન શરૂ થયું

SHARE:

– જિલ્લા પંચાયતના વિવિધ ચેરમેનનોની વરણી જિલ્લા વિકાસ અધિકારીના અઘ્યક્ષ સ્થાને કરાઈ

– ધારાસભ્ય ચૈતર વસાવાં ના ફરી એકવાર સૂર બદલાયા: નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ પદાધિકારીઓ જનતાને સાથે રાખીને વિકાસના કામો કરીશું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

નર્મદા જિલ્લા પંચાયત કચેરી ખાતે નવા ચેરમેનોની વરણી જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્યો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં કારોબારી ચેરમેન તરીકે અસ્મિતાબેન ઠાકોર, પંકજ વસાવા બાંધકામ સમિતિ ચેરમેન,ડૉ.દયારામ વસાવા આરોગ્ય સમિતિ ચેરમેન,ગોવિંદભાઈ ભીલ,શિક્ષણ સમિતિ ચેરમેન,સામાજિક ન્યાય સમિતિ માં શકુંતલાં બેન વસાવા,બાળ વિકાસ સમિતિ ના શકુંતલા બેન તડવી અપીલ સમિતિ ના ચેરમેન પ્રમુખ અંજનાબેન વસાવા અને સિંચાઈ સમિતિ રમીલાબેન વસાવાની વરણી કરાઈ હતી.આજે ધારાસભ્ય ચૈતર વસવાં નવા વરાયેલા ચેરમેનને તેમની ઓફિસમાં લઈ જઈને ફુલહાર કરી તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય ચૈતતર વસાવા અને ચેરમેને જિલ્લા વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી.

ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે.નર્મદા જિલ્લામાં સિંચાઈ અને પાણીની રોડ રસ્તાઓ અને કનેક્ટિવિટીની સમસ્યાઓ છે.રોજગારીની સમસ્યાઓ છે શાળામાં શિક્ષકો નથી.આંગણવાડી કેન્દ્રમાં પૂરતા મકાનો નથી.ત્યારે નર્મદા જિલ્લાની જનતાને અમે ખાતરી આપીએ છીએ કે આજથી જિલ્લા પંચાયત અને ચાર તાલુકાઓમાં પણ સુકાન અમારા હાથમાં આવ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ પદાધિકારીઓ જનતાને સાથે રાખીને વિકાસના કામો કરીશું અને સરકારની જે પણ કઈ યોજનાઓ છે તે છેવાડાના લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરીશું.આમ આજે ફરી એકવાર ચૈતર વસાવા સત્તામાં આવ્યા પછી ચૈતર વસાવાના સૂર બદલાયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!