– તાજેતરમાં નાઈટ્રેક્ષ કંપનીમાં કોઈ દુર્ઘટના થઈ હોવાની વાતો વચ્ચે કોણ સાચું અને કોણ ખોટું ?વિવિધ સવાલોએ જોર પકડ્યું?
ભરૂચ,
પાછલા કેટલાક સમયથી ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક વિકાસની બાબતે હરણફાળ ભરીને ઔદ્યોગિકરણ બાબતે રાજ્યમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.જિલ્લામાં દહેજ,અંકલેશ્વર,પાનોલી સહિતના અન્ય ઔદ્યોગિક વિસ્તારોની જેમ ઝઘડિયા ખાતેની ઔદ્યોગિક વસાહતમાં પણ વિવિધ ઉદ્યોગો ધબકી રહ્યા છે,તાલુકો ઔદ્યોગિકરણ બાબતે અગ્રક્રમ મેળવી શક્યો એ સારી વાત ગણાય પરંતું જીઆઈડીસીમાં ઘણી બધી સમસ્યાઓ પણ જોવા મળે છે તે વાત દુખદ ગણાય ! ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓમાં અવારનવાર આગ લાગવી,ગેસ લિકેજ,બ્લાસ્ટ થવો કે પછી ઉંચાઈ પર કામ કરતા કામદારનું નીચે પટકાવું જેવી દુર્ઘટનાઓ હવે જાણે સામાન્ય બની ગઈ હોવાની પ્રતીતિ થાય છે.જીઆઈડીસીની ઘણી કંપનીઓમાં અવારનવાર સર્જાતી નાની મોટી દુર્ઘટનાઓમાં કેટલાક કામદારો ઈજાગ્રસ્ત પણ થાય છે અને કેટલાક કિસ્સાઓમાં તેમના મોત પણ થાય છે. આવી ઘણી બધી દુર્ઘટનાઓ પ્રકાશમાં નથી આવતી અથવા તો જાણી જોઈને તેના પર અંધારપટનું આવરણ ચડાવી દેવાય છે?! આ વાત પણ વિવિધ સવાલો ઉભા કરે છે.દુર્ઘટના નાની હોય કે મોટી,પરંતું તેને લઈને ગરીબ કામદારોની સલામતી જોખમાય છે એ વાતતો નક્કી જ ગણાય ! તેથી આવી દુર્ઘટનાઓને દબાવી દેવાનો પ્રયાસ ન થવો જોઈએ અને ગરીબ કામદારોના વિશાળ હિતમાં દુર્ઘટનાઓ પર ઢાંકપિછોડો ન કરાતા જાહેર થવી જ જોઈએ.આવી જ એક દુર્ઘટનાની વાત કરીએ તો ઝઘડિયા જીઆઈડીસીની નાઈટ્રેક્ષ કંપનીમાં તાજેતરમાં કોઈ દુર્ઘટના થઈ હોવાની લોકબુમો સામે આવી હતી.પરંતું દુખની વાત ગણાય કે આ બાબતે કંપની સત્તાધીશો દ્વારા યોગ્ય જવાબ નહીં આપી દુર્ઘટનાને દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા સાથે તંત્રને પણ તેની જાણ ન કરવામાં આવતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.જીઆઈડીસીમાં કામ કરતા કામદારોની જીંદગી એટલી જ કિંમતી છે જેટલી કંપનીઓના માલિકોની જીંદગીઓ છે !ત્યારે ઉદ્યોગો માટે એક ચોક્કસ નિયમ હોવો જોઈએ કે કોઈ કંપનીમાં દુર્ઘટના સર્જાય,પછી તે નાની હોય કે મોટી પરંતું પોલીસ દફતરે તે નોંધાવી જ જોઈએ સાથે સંબંધિત વિભાગને પણ તેની જાણકારી આપવી જોઈએ.ત્યારે ઝઘડિયા જીઆઈડીસીની નાઈટ્રેક્ષ કંપનીમાં હાલ કોઈ દુર્ઘટના સર્જાઈ હોવાની જે વાત સામે આવી છે તેમાં તથ્ય શું છે?અને વિભિન્ન ચર્ચાઓ વચ્ચે કોણ સાચું અને કોણ જુઠું એવા પણ વિવિધ સવાલ ઉભા થયા છે.ત્યારે વિભિન્ન ચર્ચાઓના જોર વચ્ચે મામલતદાર, પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે જેથી હકીકત સામે આવી શકે.




