આમોદના ભીમપુરા ગામના રહેણાંક વિસ્તાર માંથી અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપનું સફળ રેસ્ક્યૂ કરાયું

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના ભીમપુરા ગામે સોલાર પ્લાન્ટ તરફ જવાના માર્ગ પર આવેલા રહેણાંક વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી અત્યંત ઝેરી પ્રજાતિનો રસેલ વાઈપર સાપના વારંવાર દેખાવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.

ફરીથી સાપ જોવા મળતા સ્થાનિક લોકોએ નેચર સેવિંગ ફાઉન્ડેશનના કાર્યકર અંકિત પરમારનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.જેથી અંકિત પરમારે તાત્કાલિક સ્થળ પર પહોંચી આમોદ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાના માર્ગદર્શન અને સૂચના મુજબ કુશળતાપૂર્વક અત્યંત ઝેરી રસેલ વાઈપર સાપનું સફળ રેસ્ક્યૂ કર્યું હતું.ત્યાર બાદ સાપને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી વન વિભાગની માર્ગદર્શિકા મુજબ તેને માનવ વસાહતથી દૂર નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.સાપના સફળ રેસ્ક્યૂ બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને નેચર સેવિંગ ફાઉન્ડેશન તેમજ વન વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે અંકિત પરમારે જણાવ્યું હતું કે રસેલ વાઈપર ભારતના અત્યંત ઝેરી સાપોમાંનો એક છે.આવા સાપ દેખાય ત્યારે ગભરાટમાં આવી તેને મારવાનો પ્રયાસ કરવો નહીં, પરંતુ સુરક્ષિત અંતર જાળવી તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત સ્નેક રેસ્ક્યૂ ટીમને જાણ કરવાથી માનવજીવન અને વન્યજીવ બંનેનું રક્ષણ શક્ય બને છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!