જંબુસરમાં ખાતરની અછતથી ખેડૂતોમાં ભારે રોષ : વિતરણમાં ગેરરીતિના આક્ષેપ સાથે ઉગ્ર માંગણી

SHARE:

– સવારથી દૂર દૂરના ગામડાઓ માંથી આવતા ખેડૂતોને ખાતર મળતું નથી અને ખાલી હાથે પરત ફરવું પડે છે

– ખેડૂતોને સવારે ટોકન આપ્યા બાદ થોડી જ વારમાં “સ્ટોક પૂરો થઈ ગયો” તેમ કહી બીજા દિવસે આવવા ધક્કા ખવડાવવામાં આવે છે

– રાતો રાત ખાતરનો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે તે અંગે ખેડૂતો દ્વારા વિતરણ વ્યવસ્થા પર ગંભીર આક્ષેપો અને તપાસની માંગ

– યોગ્ય સમયે ખાતર ન મળતા ખેતીના પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોને ચિંતા

– વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ

 

જંબુસર,

જંબુસર તાલુકામાં હાલ ખાતરની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાલુકાના અનેક ગામો માંથી રોજેરોજ સવારથી જ ખાતર ખરીદવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો સેન્ટર પર પહોંચી જાય છે,પરંતુ કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતો જથ્થો ન મળતાં ભારે નિરાશા સાથે ખાલી હાથે ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર વહેલી સવારથી લાઈનમાં ઊભેલા ખેડૂતોને તંત્ર દ્વારા ટોકન તો આપવામાં આવે છે, પરંતુ થોડી જ વારમાં “ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે” તેવું કહીને બીજા દિવસે આવવાનું જણાવી દેવાય છે.ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો લાઈનમાં ઊભેલા સભ્યોને ખાતર નથી મળતું,તો પછી રાતોરાત ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે? વિતરણ કઈ રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જરૂરી છે.

તંત્ર પાસે પૂરતો જથ્થો અને પારદર્શક વિતરણની ઉગ્ર માંગ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. રોજબરોજ હજારો ખેડૂતો સમય અને નાણાં બગાડીને સવારથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહે છે છતાં તેમને નિરાશા જ સાંપડે છે.સમયસર ખાતર ન મળવાના કારણે પાક નિષ્ફળ જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર અને સંબંધિત વિભાગ પાસે માંગ કરી છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે અને વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!