નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠકની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું

SHARE:

– ભાજપ ,આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ : 30 મી જુલાઈએ પરિણામ

(વિજય વસાવા,નેત્રંગ)

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર

પેટાચૂંટણીમાં આજ રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે.જેમાં ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે.જેનું 30 મી ના રોજ પરિણામ જાહેર થશે.

ભરૂચ જીલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણી બાદ આપના વિજેતા ઉમેદવારનું મૃત્યુ થતા બિલોઠી બેઠક ખાલી પડી હતી. જેની પેટા ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. બિલોઠી બેઠક પર ભાજપના કાંતિલાલ વસાવા, આપના પ્રવીણ વસાવા અને કોંગ્રેસના રણજીત વસાવા વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.કુલ 5154 મતદારો ત્રણેય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.મતદાન પ્રક્રિયા દરમ્યાન કોઈ અનિરછનિય બનાવ ન બને એ માટે મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની એપ્રિલમાં યોજાયેલી ચૂંટણીમાં 16 બેઠકો પૈકી આપે 8, ભાજપે 7 અને કોંગ્રેસે એક બેઠક હસ્તગત કરી હતી.જેમાં આપના એક ઉમેદવારનું આકસ્મિક મોત થતા ભાજપે કોંગ્રેસ સાથે ખેલ ખેલી તાલુકા પંચાયત કબ્જે કરી હતી.હવે પેટા ચૂંટણીમાં જો આપ કે કોંગ્રેસનો ઉમેદવાર વિજયી થાય તો ફરી નેત્રંગ તાલુકા પંચાયતની સત્તામાં નવાજુની સર્જાય શકે છે.તારીખ 30 જુલાઈએ મતગણતરી બાદ જો ભાજપ જીતશે તો સ્પષ્ટ બહુમતી સાથે સંખ્યા બળ 9 થશે. અને જો આપનો ઉમેદવાર વિજયી થયો તો ફરી ભાજપ અને આપ વચ્ચે 8-8 સભ્યપદને લઈ ટાઈ પડતા સત્તા માટે રસાકસી જામી શકે છે. જ્યારે કોંગ્રેસનો ઉમેદવારની જીત થઈ તો ફરી સત્તા માટે જોડતોડનું રાજકારણ ખેલાઈ શકે છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!