નેત્રંગ બાર એસોસિએશનનો હાઈકોર્ટના નવા પરિપત્ર સામે વિરોધ

SHARE:

– ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં ટેકનિકલ સુવિધાના અભાવને લઈ નોટિફિકેશન રદ કરવાની માંગ

(વિજય વસાવા,નેત્રંગ)

ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્ર માં તમામ અરજીઓ માત્ર A-4 સાઇઝના કાગળ પર નિયત ફૉન્ટમાં કોમ્પ્યુટરાઈઝડ સ્વરૂપે રજૂ કરવાની ફરજીયાત જોગવાઈ કરવામાં આવી છે.આ નવી વ્યવસ્થાને લઈને નેત્રંગ બાર એસોસિએશને વિરોધ વ્યક્ત કરી હડતાળ પર ઉતરી જઈ રદ કરવાની માંગ કરી છે.

નેત્રંગ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી હાઈકોર્ટના નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કરી જણાવાયું છે કે ગુજરાત રાજ્યના અનેક આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ કોમ્પ્યુટર, પ્રિન્ટર,ઈન્ટરનેટ સહિતની જરૂરી ટેકનિકલ સુવિધાઓનો પૂરતો વિકાસ થયો નથી. નેત્રંગ પંથક પણ અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીં આવી સુવિધાઓનો હજુ અભાવ જોવા મળે છે.આવી પરિસ્થિતિમાં નવી વ્યવસ્થાના કારણે સામાન્ય પક્ષકારો તેમજ ગ્રામ્ય વિસ્તારોના વકીલો અને અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. સાથે જ ન્યાય મેળવવામાં અનાવશ્યક વિલંબ થવાની સાથે પક્ષકારો પર વધારાનો આર્થિક બોજ પણ આવી શકે છે.

નેત્રંગ બાર એસોસિએશને માંગ કરી છે કે રાજ્યભરમાં જરૂરી માળખાકીય અને ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી હાથથી લખેલી અરજીઓ તેમજ ફુલસ્કેપ કાગળ પરની અરજીઓ અગાઉની જેમ સ્વીકારવામાં આવે. સાથે જ, હાલ બહાર પાડવામાં આવેલ આ નોટિફિકેશનને કાયમી ધોરણે રદ કરવામાં આવે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!