ભરૂચ,
અંકલેશ્વર પોલીસે બકરા ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી 4.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ પેટ્રોલ પમ્પ નજીક ચરતા બકરાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે.પોલીસે બકરા ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ચાર બકરા ચરાવવા મૂક્યા હતા.એક બકરાની ચોરી અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં રહેતા લખીબેન મંગાભાઈ દેવીપૂજક પોતાના ચાર બકરા ચરાવવા માટે અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ પેટ્રોલ પમ્પ નજીકની ખુલ્લી જગ્યામાં ગયા હતા. બકરાઓને ચરતા મૂકીને તેઓ જમવા માટે પોતાના ઘરે પરત ફર્યા હતા.લખીબેન ઘરે ગયા બાદ અજાણ્યા શખ્સોએ ચાર બકરામાંથી એક બકરાની ચોરી કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પશુ ચોરીની ઘટનાને પગલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.ગણતરીના કલાકોમાં પોલીસને સફળતા ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથધરી હતી. તપાસ દરમ્યાન પોલીસને આંબોલી તરફ જતા કાચા રસ્તા પરથી એક ફોર વ્હીલર વાહન મળી આવ્યું હતું. વાહનની તપાસ કરતાં તેમાં ચોરી કરાયેલો બકરો મળી આવતા પોલીસે તેને મુક્ત કરાવ્યો હતો.
પોલીસે સમગ્ર મામલે નડિયાદ ખાતે રહેતા સંદીપ છગન સલાટ, છગન સોમાભાઈ સલાટ, પંકેશ મંગળભાઈ તળપદા અને વિપુલ મુકેશ તળપદાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.4.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડી બકરા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આરોપીઓ અગાઉ પણ આવી કોઈ ચોરીની ઘટનામાં સંડોવાયેલા હતા કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથધરી છે.



