રાજપીપલા ખાતે નર્મદા જિલ્લા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં જિલ્લાના વિકાસ પ્રશ્નો ઉજાગર કરવા ચિંતન અને ચર્ચા હાથ ધરાઈ

SHARE:

– મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ તથા ઉચ્ચકક્ષાના અભ્યાસક્રમોમા સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળે તે માટેનું માર્ગદર્શન

– વ્યસનો માંથી બચાવવા ગામે ગામ જઈ યુવાનોને વ્યસન મુક્ત બનાવવા ચિંતન

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લા આદર્શ ગ્રામ વિકાસ સમિતિની બેઠક રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવી હતી જે બેઠકમાં જિલ્લા ના સર્વાંગી વિકાસ માટેના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી જેમાં દિનેશભાઈ તડવી ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ તેમજ માનનીય સાંસદ મનસુખભાઈ વસાવાએ ન મહત્વના મુદ્દાઓથી માહિતગાર કર્યા હતા.

દેવમોગરા માતાજીના વિકાસ માટે 13:2 કરોડ જેટલી મતભર રકમ રાજ્ય સરકારે ફાળવવા બાબત,નર્મદા જિલ્લામાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ તેમજ કોલેજ કક્ષાનું શિક્ષણ અંગ્રેજી,ગણિત સાથે ગુણવત્તા યુક્ત શિક્ષણ અને વ્યવસાયલક્ષી શિક્ષણ મળે તેની વિસ્તૃત ચર્ચા કરી ઉપરાંત નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ તથા ઉચ્ચકક્ષાના અભ્યાસક્રમો મા સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન મળે તે માટેનું માર્ગદર્શન સમયસર આપવુ. ,ઝઘડિયા અંકલેશ્વર પાનોલી અને દહેજ સહિત જંબુસરના બલ્ક પાર્ક ના મોટા મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને સરળતાથી નોકરી મળે તે માટે અદ્યતન પ્રકારની આઈ.ટી.આઈ તથા ઇજનેરી કોલેજોમાં એડમિશન મળે તેવું માર્ગદર્શન ગામેગામ જઈને યુવાનોને આપવુ.

હજુ પણ ઘણા ખોટા પ્રમાણપત્ર વાળા આદિવાસીઓ ની અનામત જગ્યામાં અનામત જગ્યાઓનો તેઓ લાભ લઇ રહ્યા છે તેવી અનેક રજૂઆતો આવે છે તો આવા ખોટા લોકો આદિવાસી જગ્યાઓમાં ખોટી રીતે લાભ લઇ રહ્યા છે તેને તાત્કાલિક રોકવા અભિયાન ચલાવવુ.તેમજ હાલ ગુજરાત સરકાર દ્વારા થયેલ નવા સુધારામા જન્મના પ્રમાણપત્રમાં જો માતા-પિતા બંને સાથે રહેતા હોય અને પિતા લેખિત સંમતિ હોય તો જરૂર દસ્તાવેજો ના આધારે બાળકના નામની પાછળ માતા નું નામ અટક લખી શકાશે જો આ સુધારો કરી અમલ કરવામાં આવે તો આદિવાસીઓના હક અને અધિકાર ઉપર તેમજ શિક્ષણ નોકરી તેમજ અન્ય સ્થાન ઉપર તેની ખૂબ વિપરીત અસર થાય તેમ છે તેમ જ સાચા આદિવાસીઓને તેનું ઘણું મોટું નુકસાન થાય તેમ છે તેથી સરકારમાં રજૂઆત કરવા આજની સભામાં જણાવવામાં આવ્યું હતું.

નર્મદા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરી કોંગ્રેસના સમયમાં ખાડે ગઈ હતી જેનું પુનઃસ્થાપન કરી કાર્યરત કરવા માટે ઘનશ્યામભાઈ પટેલ અને તેમની ટીમે ખૂબ સારો વહીવટ આપ્યો. તો તેમની સામે પણ કેટલાક વિઘ્ન સંતોષીઓએ (આયારામ -ગયારામ )સરકારમાં પત્ર લખી તપાસ માંગી જેના કારણે બંને સંસ્થાના સભાસદો સખ્ત નારાજગી વ્યક્ત કરી. તેમજ નર્મદાનું પાણી નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મળે તેવી રજૂઆત કરવાસૂચન કરવામાં આવ્યુ.. યુવાનો આજે વિવિધ પ્રકારના વ્યસનનો ભોગ બની રહ્યા છે વ્યસનોમાંથી બચાવવા ગામે ગામ જઈ યુવાનોને વ્યસન મુક્ત બનાવવા તેમજ રોજગાર અને વ્યવસાયલક્ષી શિક્ષણ મળે તે માટે યુવાનોને માર્ગદર્શિત કરવા અંગે ચર્ચા આયોજન હાથ ધરાયું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!