શ્રી પ્રણવ સરસ્વતી વિદ્યાલય રાજપીપલા ખાતે બાળ રંજન રંગારંગ સભાનું આયોજન

SHARE:

– જાણીતા બાળ સાહિત્યકાર લેખક,કવિ દીપક જગતાપે બાળગીતો અને બાળ વાર્તાથી બાળકોને રસ તરબોળ કર્યા

– બાળકોમાં કલ્પના શક્તિનો વિકાસ થાય, બાળગીતો ગાતા થાય એ કાર્યક્રમનો હેતુ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાત સાહિત્ય પરિષદ અને સાંદિપની પર્વ આયોજિત બાળ રંજન રંગારંગ સભાનું આયોજન શ્રી પ્રણવ સરસ્વતી વિદ્યાલય રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં બાળ સાહિત્યકાર તરીકે જાણીતા સાહિત્યકાર,લેખક,કવિ દીપક જગતાપ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા ના પ્રમુખ જ્યોતિબેન જગતાપ,નર્મદા સાહિત્ય સંગમના મહામંત્રી હીરાજભાઈ વસાવા, પ્રિન્સિપાલ સ્નેહલ બેન વસાવા, શિક્ષક કૌશિક ભાઈ તથા શિક્ષિકા બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો શાળા તરફથી પુષ્પગુચ્છથી સ્વાગત કરી બાળસાહિત્યકાર દીપક જગતાપનું સન્માન કરાયું હતું.આ બાળ રંજન રંગારંગ સભામાં બાળસાહિત્યકાર, કવિ લેખક દીપક જગતાપે વિદ્યાર્થીઓ સમક્ષ સુંદર મજાના બાળગીતો, બાળ કાવ્યોની રમઝટ બોલાવી સુંદર રજૂઆત કરી અને બાળવાર્તા કથન કરી બાળકોને તરબોળ કર્યા હતા.એક વિદ્યાર્થીની પણ બાળવાર્તાની રજુઆત કરી હતી.

આ પ્રસંગે બાળ સાહિત્યકાર દીપક જગતાપે જણાવ્યું હતું કે બાળકોની કલ્પના શક્તિનો વિકાસ થાય બાળકો જાતે બાળગીતો ગાતા થાય વાર્તા કથન કરતા થાય એ સંસ્થાનો હેતુ છે જે અત્રેની શાળા આ કાર્યક્રમ દ્વારા સફળ થયો હોવાનું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!