– વિજ્ઞાન પુસ્તકો (1) સંપૂર્ણ આરોગ્ય વિષયક વિજ્ઞાન પુસ્તક (આરોગ્યમ ધન સંપદા) અને (2) સંપૂર્ણ બ્રહ્માંડ વિષયક વિજ્ઞાન પુસ્તક (બ્રહ્માંડના અનંત દ્વારેથી) પુસ્તકોનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરાયુ : ગુજરાતના જાણીતા સાહિત્ય કારોની ઉપસ્થિતિ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપલા અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ રાજપીપલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ ના બે વિજ્ઞાન પુસ્તકનું વિમોચન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બી.એડ કોલેજ, હરસિધ્ધિ માતા મંદિર સામે,રાજપીપલા ખાતે યોજાયું હતું.આ પ્રસંગે દીપક જગતાપના બે વિજ્ઞાન પુસ્તકો (1)-સંપૂર્ણ આરોગ્ય વિષયક વિજ્ઞાન પુસ્તક (આરોગ્યમ ધન સંપદા )અને (2) સંપૂર્ણ બ્રહ્માંડ વિષયક વિજ્ઞાન પુસ્તક (બ્રહ્માંડના અનંત દ્વારેથી ) આ બે પુસ્તકોનું વિમોચન મહાનુભાવો ના હસ્તે કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે અંજનાબેન વસાવા, પ્રમુખ જિલ્લા પંચાયત નર્મદા તથા મુખ્યમ હેમાન તરીકે મંજુલાબેન ચૌધરી, પ્રચાર્યા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,બી.એડ કોલેજ રાજપીપલા તથા આયોજક શજ્યોતિ જગતાપ પ્રમુખ જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા તથા દીપક જગતાપ,મંત્રી અને ટ્રસ્ટી જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા ઉપસ્થિત રહ્યાં હતાં.આ પ્રસંગે સાહિત્યકાર કવિ ખોડાભાઈ પટેલ અને જાણીતાસાહિત્યકાર અને કવિ મંગલ રાવળે ઉપસ્થિત રહી પુસ્તક વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાણીતા વિજ્ઞાન લેખક શ્રી દીપક જગતાપ લિખિત બે વિજ્ઞાન પુસ્તકો (1) સંપૂર્ણ આરોગ્ય વિષયક વિજ્ઞાન પુસ્તક (આરોગ્યમ ધન સંપદા )અને (2) સંપૂર્ણ બ્રહ્માંડ વિષયક વિજ્ઞાન પુસ્તક (બ્રહ્માંડના અનંત દ્વારેથી ) તથા જાણીતા સાહિત્યકાર કવિ લેખક મંગલ રાવળ ના બે પુસ્તકો (1) (નામ વગરનું ગામ) અને (2) (સર્જકો ની ઓળખ નો એક આછેરો અધ્યાય )આ બે પુસ્તકનું પણ વિમોચન કરાયુ હતું.
આ પ્રસંગે વિજ્ઞાન લેખક દિપકમાં આરોગ્ય વિષયક અને બ્રહ્માંડ વિશે પુસ્તક વિશે સાહિત્યકાર મંગળ રાવળ પરિચય કરાવતા જણાવ્યું હતું કે ગુજરાતના સિદ્ધ હસ્ત જાણીતા વિજ્ઞાન લેખકોમાં દીપક જગતાપ નું નામ મોખરે છે ત્યારે આ વર્ષે 10 થી વધુ વિજ્ઞાન પુસ્તકો લઈને આવી રહ્યા છે એ બહુ મોટી વાત છે જેમના 3000થી વધુ લેખો પ્રગટ થઈ ચુક્યા છે અને પોતે સાયન્સ ગ્રાફી વિજ્ઞાન માસિક ના તંત્રી તરીકે વિજ્ઞાન જગતની સેવા કરી રહ્યાં છે ત્યારે એમના નવા વિજ્ઞાન પુસ્તકો વિજ્ઞાન જગત માટે ધીમા ચિન્હ પુરવાર થશે એમ જણાવી લેખકને અભિનંદન પાઠવ્યા હતા.
દીપક જગતાપે મંગળ રાવળ ના બંને પુસ્તકો વિશે પરિચય કરાવતા જણાવ્યું હતું કે મંગળ રાવળ ના પુસ્તકમાં શુદ્ધ હસ્ત લેખકોનો પુસ્તક પરિચય અને સોનેટ કાવ્યનો સંગ્રહ ગુજરાતી સાહિત્ય માટે પુરવાર થશે એમ જણાવી તેમણે અભિનંદન પાઠવ્યા હતા.




