અર્જુન મોઢવાડિયા આદિવાસી વિરોધી છે : સાંસદ મનસુખ વસાવાનો વન મંત્રી સામે આક્રોશ

SHARE:

– અર્જુન મોઢવાડિયા કરી રહ્યા છે અંગ્રેજો જેવું શાસન કરી રહ્યાં છે

– માંડવી સુધી આવતા હતા તો આદિવાસીઓને મળવા અહીં આવવું જોઈતું હતુ : સાંસદ

– દિન 7 માં જો ઉકેલ નહિ આવે તો ગાંધીનગર ખાતે ખેડૂતો પોતના હલ લાકડું લઈ આંદોલન કરશે.લીલાબેન વસાવાનું સરકારને અલ્ટીમેટમ

– ખોપી ગામે હાલ વનવિભાગ દ્વારા આદિવાસીઓ ને ખેડાણ કરતા ફરી અટકાવાતા ખેડૂતો અને વન કર્મી ફરી એકવાર આમેય સામને

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સાગબારા જંગલ જમીન મુદ્દે સરકાર અને આદિવાસીઓ વચ્ચે ફરી તણાવ સર્જાયો છે.છેલ્લા બે દિવસથી નર્મદાના સાગબારા જંગલ જમીન ખેડાણ મુદ્દો ફરી વકર્યો છે ખોપી ગામે હાલ વનવિભાગ દ્વારા આદિવાસીઓ ને ખેડાણ કરતા ફરી અટકાવાતા ખેડૂતો અને વન કર્મી ફરી એકવાર આમેય સામને આવી ગયા હતા.જેમાં ખાસ કરીને આદિવાસી આગેવાન લીલા વસાવા સાથે વનકર્મીઓ સાથે ઘર્ષણ સરજાયું હતું. તું તું મૈં મૈં મહિના દ્રશ્યો પણ સર્જાયા હતા. લીલાબેને જણાવ્યું હતું કે આદિવાસી ખેડૂતો અને આગેવાનો ના આક્ષેપ સરકારે અમારી સાથે છેતરપીંડી કરી રહી છે.અમને ધરણા પરથી પારણા કરાવી આશ્વાસન આપ્યું તમારો હક આપાવી દઈશું.આજે ઘરણા ના પારણા ને પણ 1 મહિનો વીતી ગયો પણ અમારો કોઈ ઉકેલ નથી આવ્યો પોતે છેતરાયા હોવાની લાગણી સાથે હવે આદિવાસી ખેડૂતો અને આગેવાન લીલા વસાવા ને સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે અને આજથી ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી આપતા લીલાબેને જણાવ્યું હતું કે દિન 7 માં જો ઉકેલ નહિ આવે તો ગાંધીનગર ખાતે ખેડૂતો પોતના હલ લાકડું લઈ આંદોલન કરશે. આ વાતની જાણ થતા આજે સાંસદ મનસુખ વસાવા ખોપી પહોંય્યા હતા.સાગબારા જંગલ જમીન વિવાદમાં સાંસદ મનસુખ વસાવા વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર વરસ્યા હતાં. તપાસ કરતા જંગલ જમીન ખેડતા આદિવાસીઓને પોલીસ અને વનકર્મીઓ લઈ જતા હોવાની સાંસદને જાણ થઈ હતી.આદિવાસીઓને તેમના બળદો સાથે ટેમ્પામાં લઈ જવાતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આ વાતની જાણ થતા સાંસદ મનસુખ વસાવા તાત્કાલિક ખોપી પહોંચ્યા હતા અને સાંસદે આદિવાસીઓને અટકાવી લઈ જવાની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.જોકે ખોપી પહોંચેલા સાંસદને જોઈ વનકર્મીઓ ભાગી ગયા હતા.

 

સાંસદે માંડવી ખાતે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ વનવિભાગને સૂચના આપી હોવાનો સાંસદનો આક્ષેપ કર્યો હતો અને સરકાર સામે રોષે ભરાયા હતાં.”એક તરફ મંત્રીઓ પારણા કરાવે છે અને બીજી તરફ આ જ વનમંત્રીના આદેશથી આદિવાસીઓને લઈ જવાય છે” એમ મનસુખ વસાવા એ અંગ્રેજો જેવું શાસન અર્જુન મોઢવાડિયા કરી રહ્યા છે” એવી સાંસદના આક્ષેપથી નર્મદા અને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.તેમણે અર્જુન મોઢવાડિયા આદિવાસી વિરોધી છે માંડવી સુધી આવતા હતા તો આદિવાસીઓને મળવા અહીં આવવું જોઈતું હતુંએમ જણાવી વન મન્ત્રી સામે અને સરકાર હવે પોતાનો આક્રોશ ખ્યાલ આવ્યો હતો.આમ ભાજપનાજ સાંસદ ભાજપના મંત્રી અને સરકાર સામે રોષે ભરાયા છે. ત્યારે હવે આ જંગલ જમીનનો વિવાદ વધુ વકર્યો છે ત્યારે સરકાર એનો કેવી રીતે નીવડો લાવે છે એ હવે જોવું રહ્યું.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!