– ભાજપમાં સત્તામાં બેઠેલો આગેવાન તલાટીને હપ્તા આપે છે : સાંસદ
– નગરપાલિકામાં નબળું કામ કર્યું તો વિરોધપક્ષના લોકો મુદ્દો ઉઠાવે છે
– આપ વાળા અંબાજી રથ લઈ ચાલતા ગયા અને એ રથનું ભાજપના લોકો સ્વાગત કરવા ગયા હતા!
– ભાજપમાં રહીને આપ વાળાની દોસ્તી રાખશો તો ભાજપ સફળ થવાનું નથી : જેને ખોટું લાગે તે નીકળી જજો ભાજપ માંથી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે ભાજપાના કમલમ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપાના નવા વારાયેલ પ્રમુખ શબ્દશરણ તડવીનો અભિવાદન સમારોહ યોજાયો હતો.એમાં ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ મનસુખ વસાવા સ્ટેજ પર જ ગુસ્સે ભરાયા હતા.
સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી ધડાકો કરતા જણાવ્યુ હતું કે મારી પાસે એવી માહિતી છે કે ભાજપમાં સત્તામાં બેઠેલો આગેવાન તલાટીને હપ્તા આપે છે!શુ ભાજપે આવા લોકો ને ચલાવી લેવા છે?
નગરપાલિકામાં નબળું કામ થયું હોવા અંગે સ્પષ્ટતા કરતા સાંસદે જણાવ્યું હતું કે નગરપાલિકામાં નબળું કામકર્યું તો વિરોધપક્ષના લોકો મુદ્દો ઉઠાવે છે.કામ ભાજપ વાળા કરો પણ ક્વોલિટી જાળવો.ભાજપમાં રહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ને મદદ કરે એ ન ચાલે.
એવો પણ સાંસદે આક્ષેપ કર્યો હતો કે હાલ આપ વાળા અંબાજી રથ લઈ ચાલતા ગયા અને એ રથનું ભાજપ ના લોકો સ્વાગત કરવા ગયા હતા!ભાજપમાં રહીને આપ વાળાની દોસ્તી રાખશો તો ભાજપ સફળ થવાનું નથી.જેને ખોટું લાગે તે નીકળી જજો ભાજપમાંથી. એવું સ્પષ્ટ રોકડું સાંસદે પરખાવી દીધું હતું.એ કેવી રીતે ચલાવી લેવાય અમે ભાજપ માટે લડીએ છીએ અને ભાજપ વાળા એમની સાથે રહે છે…કોઈ પણ ના ચલાવી લે મનસુખ વસાવા તો બિલકુલ ચલાવી નહિ લે..વિધાનસભા ચૈતર વસાવા જીત્યો કોણે જીતાડ્યો?આપણા ભાજપ વાળાએ જીતાડ્યોએમ જણાવી ભાજપાના જે લોકો આપ સાથે પાછલે બારણે હાથ મિલાવેછે તેવાં લોકોની ઝાટકણી કરી હતી.




