રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાતની સીનિયર મહિલા ટીમે ટ્રેમ્પોલિન ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો 

SHARE:

– રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક રેસિડેન્શિયલ એકેડમીની ખેલાડીઓ મિત્તલ ઠાકોર અને જયશ્રી ઠાકોરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, નર્મદાના માર્ગદર્શન હેઠળ કાર્યરત રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક રેસિડેન્શિયલ એકેડમી, રાજપીપળામાં જિમનાસ્ટિક ની ઉત્તમ તાલીમ આપવામાં આવે છે તે સાબિત થાય છે કે બેંગલુરુ ખાતે તા.૨૫થી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાયેલી નેશનલ ટ્રેમ્પોલિન એન્ડ ટમ્બલિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં નર્મદા જિલ્લાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની સીનિયર મહિલા ટીમે ટ્રેમ્પોલિન ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.આ સિદ્ધિમાં રાજપીપળા સ્થિત રાજ્યકક્ષાની જીમ્નાસ્ટિક રેસિડેન્શિયલ એકેડમીની ખેલાડીઓ મિત્તલ ઠાકોર અને જયશ્રી ઠાકોરે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.આ બંને ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં પોતાની રમતકૌશલ્ય અને પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.મિત્તલ ઠાકોરે ટીમની સફળતામાં યોગદાન આપવા ઉપરાંત ઈન્ડિવિજ્યુઅલ ફાઈનલમાં પણ સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.ઉલ્લેખનીય છે કે રાજપીપળા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી જીમ્નાસ્ટિક હોલ ખાતે ઉપલબ્ધ આધુનિક જીમ્નાસ્ટિક સાધનો અને વિકસાવવામાં આવેલી સુવિધાઓ ખેલાડીઓને ઉચ્ચ કક્ષાની તાલીમ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યાં છે. ભારત સરકારના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરની ગ્રાન્ટમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા સાધનોના કારણે નર્મદા જિલ્લાના ખેલાડીઓને પોતાની રમતગમતની પ્રતિભા નિખારવાની અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની વધુ તકો મળી રહી છે.બંને ખેલાડીઓની આ સફળતા પાછળ તેમની સતત મહેનત, શિસ્ત અને સમર્પણની સાથે તેમના કોચ સુમિત ખારપાસનું માર્ગદર્શન અને તાલીમ પણ મહત્વપૂર્ણ રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!