ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી સગીરા ગુમ થવાના મામલે સગીરાના પરિવારની પોલીસમાં ફરિયાદ

SHARE:

– પ્રેમસંબંધના મુદ્દે કથિત પ્રેમી દ્વારા સગીરાને ભગાડી જવાઈ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરાઈ 

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરા ગુમ થવા બાબતે સગીરાના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.સગીરાને એક યુવક સાથે પ્રેમસંબંધ હોઈ તેના કથિત પ્રેમી દ્વારા તેણીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી લઈ જવાઈ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવી હતી.૧૭ વર્ષીય આ સગીરા હાઈસ્કુલમાં અભ્યાસ કરે છે.આ સગીરા શાળાએથી પરત આવ્યા બાદ રાબેતા મુજબ જમી પરવારીને ઘરના અન્ય સભ્યોની જેમ રાત્રે સુઈ ગઈ હતી. ત્યાર બાદ રાતના એકાદ વાગ્યાના અરસામાં સગીરા પથારીમાં નહિ જણાતા પરિવાર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી પણ કોઈ ભાળ મળી નહતી.સગીરાના પરિવારે પોલીસ ફરિયાદમાં દર્શાવેલ આશંકા મુજબ સગીરાનો કથિત પ્રેમી અગાઉ પણ તેણીને ભગાડી ગયો હતો પણ ત્યાર બાદ સમાધાન થતા સગીરા પોતાના ઘરે આવી હતી.હાલમાં સગીરા ગુમ થયા બાદ પરિવારજનોને જાણવા મળેલ કે સગીરા સાથે પ્રેમ સંબંધ ધરાવનાર મીનેશ વસાવા નામનો યુવક પણ તેના ગામમાં નથી,તેથી યુવક પોતાની સગીર વયની દિકરીને લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયેલ હોવાની શંકા સાથે યુવતીના પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!