કન્ટેનરમાં ACની આડમાં હરિયાણાથી વડોદરા લઈ જવાતો દારૂ અંકલેશ્વર NH-48 પરથી SMCની ટીમે ઝડપી પાડ્યો

SHARE:

– 11111 બોટલ વિદેશી દારુ અને 111 યુનિટ AC સહિત કુલ 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ,

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે હરિયાણા થી કન્ટેનરમાં AC બોક્સની આડમાં વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

SMC ટીમને બાતમી મળતા અંકલેશ્વરના અંસાર માર્કેટ નજીક હાઈવે પર વોચ ગોઠવી. શંકાસ્પદ કન્ટેનર આવતા જ ચાલક વાહન રોડ પર મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો.

પોલીસે કન્ટેનર તપાસતા આગળ-પાછળ નવા AC બોક્સ ગોઠવી તેની પાછળ દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી.પોલીસે 11,111 દારૂની બોટલો 45.49 લાખ, 111 AC યુનિટ 55.50 લાખ અને 1 કન્ટેનર 25 લાખ સહિત કુલ 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી ફરાર ચાલક અશોક સુરેન્દ્રસિંહ, ક્લીનર મણી તેમજ હરિયાણા થી દારૂ જથ્થો મોકલનાર શકુન રમજાનખાન તેમજ દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાનો હિમાંશુ નારાયણદાસ ચંદાણી સહિત કન્ટેનર ચાલક તેમજ તપાસ માં નીકળનાર અન્ય લોકો સામે ગુનો નોંધી મુખ્ય સૂત્રધારોને પકડવા તપાસ શરૂ કરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!