ભરૂચ જિલ્લામાં NPS સંચય યાત્રા સફળતાપૂર્વક યોજાઈ

SHARE:

ભરૂચ,

NPS દિવસ 2026 જાગૃતિ અભિયાનના ભાગરૂપે NPS સંચય યાત્રા એભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી.આ યાત્રા ઓક્ટોબર 2026 દરમ્યાન ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ફરીને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) અને વહેલા પેન્શન આયોજનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવી રહી છે.

ભરૂચ જિલ્લામાં યાત્રા આવતા જીઆઈડીસી અંકલેશ્વર,જે.પી કોલેજ, કોલેજ રોડ તેમજ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને લીડ બેંક તથા અન્ય બેંકોના પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મુલાકાત દરમિયાન પ્રશિક્ષિત પ્રતિનિધિઓએ NPS સંચયની વિશેષતાઓ અને ફાયદાઓ સમજાવ્યા, ખાતું ખોલવા અને યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું અને નાગરિકોના પ્રશ્નોના જવાબ આપ્યા. નાગરિકોને જાગૃતિ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.યાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં નાગરિકોએ સંચય યાત્રા વાનની મુલાકાત લીધી અને NPS સંચય પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો,નાગરિકોને NPS સંચયની વિશેષતાઓ, લાભો અને ખાતું ખોલવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન મળ્યું,જાગૃતિ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું અને સ્થળ પર જ પૂછપરછની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે NPS સંચયમાં વહેલું અને નિયમિત યોગદાન નાગરિકોને શિસ્તબદ્ધ નિવૃત્તિ ભંડોળ બનાવવામાં મદદ કરી શકે છે, અને દરેકને પેન્શન આયોજનને તેમના નાણાકીય જીવનનો એક ભાગ બનાવવાની અપીલ કરવામાં આવી હતી.

લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર ભરૂચ દ્વારા આયોજકો, વિવિધ બેંકો, સહભાગીઓ અને મીડિયાનો કાર્યક્રમોને સફળ બનાવવામાં સક્રિય સહયોગ બદલ આભાર માનવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!