રખડતા શ્વાનનો ખોફ! : વાગરાના ચાંચવેલમાં ઘરનાં આંગણામાં માસૂમ બાળક પર શ્વાનનો હુમલો

SHARE:

– શ્વાનના હુમલાનો CCTV ફૂટેજ સામે આવ્યો : બાળકને ઈજા થતા સારવાર હેઠળ 

ભરૂચ,

વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં રખડતા શ્વાનના હુમલાની ઘટનાએ માનવ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.ઘરના આંગણામાં માતાની નજીક રમતા માસૂમ બાળક પર શ્વાને અચાનક હુમલો કરી માથા અને મોઢાના ભાગે બચકાં ભરતાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું.ઘટનાની ગંભીરતા દર્શાવતા CCTV ફૂટેજ સામે આવતાં ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો મુજબ બાળકની માતા ઘરના આંગણામાં સફાઈ કરી રહી હતી.ત્યારે નજીકમાં રહેલા બાળક પર શ્વાન ત્રાટક્યું હતું.અચાનક થયેલા હુમલાથી ગભરાયેલી માતા બાળકને બચાવવા દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું.

આ ઘટનાએ ફરી એકવાર રખડતા શ્વાનોના વધતા ત્રાસ અને તંત્રની જવાબદારીનો મુદ્દો ચર્ચામાં લાવી દીધો છે.ગામની શેરીઓ અને રહેણાક વિસ્તારોમાં જો બાળકો નિર્ભયતાથી રમી પણ ન શકે, તો નાગરિકોની સુરક્ષાની જવાબદારી કોણ નિભાવશે? રખડતા શ્વાનોના હુમલાની ઘટનાઓ સામે આવ્યા બાદ પણ જો યોગ્ય નિયંત્રણ અને નિવારક પગલાં લેવામાં નહીં આવે, તો નિર્દોષ લોકોની સુરક્ષા જોખમમાં રહેવાની આશંકા છે. હવે સવાલ એ છે કે ચાંચવેલમાં બનેલી આ ઘટનાને તંત્ર ગંભીરતાથી લઈને રખડતા શ્વાનોના ત્રાસને કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં ભરશે કે પછી કોઈ વધુ ગંભીર ઘટના બને તેની રાહ જોવાશે? ગામલોકોમાં આ સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ લાવવાની માંગ ઉઠી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!