માનવતાનો મહિમા : ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લેતા નિરાધારોએ ગરબે ઘૂમી નવરાત્રી મનાવી

SHARE:

ભરૂચ,

જ્ઞાતિ-જાતિના ભેદભાવથી પર રહીને માનવસેવાનો ઉત્તમ દીપ પ્રજ્વલિત કરતી ભરૂચની ‘સેવાયજ્ઞ સમિતિ’ ખાતે આશ્રય લઈ રહેલા ૨૫૦થી વધુ નિરાધાર લોકોએ મા અંબાની આરાધના કરી નવલી નવરાત્રીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી.

​જનરલ હોસ્પિટલ ભરૂચના પાછળના ભાગે આવેલ સમિતિના કેમ્પસમાં પરિવારથી વિખુટા પડેલા,અકસ્માતનો ભોગ બનેલા, પરિવારજનો દ્વારા તરછોડાયેલા અને બિનવારસી ગરીબ આશ્રયાર્થીઓએ મા નવદુર્ગાની ભાવપૂર્વક આરતી ઉતારી હતી. ત્યાર બાદ તમામ લોકો ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા, જેમાં સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો પણ જોડાયા હતા. ગરબાના તાલ અને ઉત્સવના ઉમંગ વચ્ચે આ નિરાધાર લોકો ક્ષણભર માટે પોતાના જીવનના તમામ દુઃખ-દર્દ ભૂલી ગયા હતા.

​સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખના જણાવ્યા અનુસાર, સમિતિના કેમ્પસમાં આશ્રય લઈ રહેલા અને સારવાર મેળવી રહેલા આ લોકો પોતાનું દુઃખ ભૂલી આનંદ મેળવી શકે તે માટે દર વર્ષે આ પ્રાંગણમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે.આ જ પરંપરાના ભાગરૂપે ચાલુ વર્ષે પણ આશ્રયાર્થીઓ માટે વિશેષ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!