એકતાનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે એકતા પ્રકાશપર્વનો શુભારંભ થયો

SHARE:

– ૧૫ જાન્યુઆરી ૨૦૨૭ સુધી એટલે કે સતત ત્રણ મહિના સુધી પ્રકાશ પર્વની ભવ્યાતિભવ્ય ઉજવણી

– એકતાનગરનો ૭.૬ કિમી એરિયા થીમ આધારીત લાઈટિંગથી ઝળહળી ઊઠી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

એકતા નગર ખાતે સરદાર સાહેબની ૧૫૧ મી જન્મ જયંતિના ઉજવણીના ભાગરૂપે એકતા પ્રકાશ પર્વનું આયોજન આગામી તારીખ ૧૭ મી ઓક્ટોબર ૨૦૨૬ થી ૧૫ જાન્યુઆરી ૨૦૨૭ દરમ્યાન થનાર છે.જેનો શુભારંભ આજે ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યો હતો.એકતા પ્રકાશ પર્વનો હેતુ આશરે ૭.૬ કિલોમીટરના વિસ્તારમાં થીમ આધારિત એકતા, સંસ્કૃતિ અને દેશભક્તિના ભાવને ઉજાગર કરવાનો છે તેમજ રાત્રિ સમય દરમિયાન પ્રવાસીઓ માટે નાઈટ ટુરિઝમને પ્રોત્સાહન આપવા વિવિધ થીમ આધારિત લાઈટિંગ નિહાળવાનો અનેરો મોકો મળ્યો હતો.આજે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ની અંદર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકતા પ્રકાશ પર્વનું લોકાર્પણ કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા આવ્યા હતા ને એમાં ખાસ કરીને કેટલાક પ્રવાસીઓ પણ મુખ્યમંત્રીને મળ્યા હતા અને મુખ્યમંત્રી સાથે સેલ્ફી લઈને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!