શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે ‘રાસોત્સવ-૨૦૨૬’ ધામધૂમથી સંપન્ન : ગરબાના રંગે રંગાયા વિદ્યાર્થીઓ

SHARE:

(ગણપત મકવાણા, પંચમહાલ)

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરાના લાઈબ્રેરી બિલ્ડીંગ ખાતે ભવ્ય ‘રાસોત્સવ-૨૦૨૬’ (ગરબાનો રંગ SGGU સંગ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફ. ડૉ. હરિભાઈ કાતરિયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ થયું હતું.સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન યોજાયેલો આ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ, શિસ્તબદ્ધ અને ગરિમામય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

આ રાસોત્સવમાં યુનિવર્સિટીના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પરંપરાગત (ટ્રેડિશનલ) ડ્રેસ-કોડમાં સજ્જ થઈને ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શિસ્ત અને મર્યાદાનું પાલન કરીને ગરબાની રમઝટ બોલાવી હતી, જેનાથી કેમ્પસનું વાતાવરણ ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના અધ્યાપક મિત્રો તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કૃપાબેન જયસ્વાલ, મિલન લાકડાવાળા અને સતીશ નાગર દ્વારા નિર્ણાયક તરીકેની મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી.યુનિવર્સિટીના સત્તાધિશો અને અધ્યાપકગણે તમામ વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આ ગરબા મહોત્સવને યાદગાર બનાવવા બદલ તમામ વિદ્યાર્થીઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવામાં યુનિવર્સિટીની સાંસ્કૃતિક સમિતિએ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!