સાયખા GIDC બ્લાસ્ટ દુર્ઘટનામાં આમોદના બે યુવાનોના મોતથી શોકની લાગણી

SHARE:

– ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ અને ધારાસભ્ય ડી.કે.સ્વામીએ મૃતકોના ઘરે જઈ શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી

ભરૂચ,

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા ગામે આવેલી GIDCની સેન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં બનેલી દુઃખદ દુર્ઘટનામાં આમોદ તાલુકાના બે યુવાનોએ જીવ ગુમાવતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ હતી.આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આમોદ તાલુકાના સરભાણ ગામના સ્વ.ભાવિક વસાવા અને આસનેરા ગામના સ્વ.જયદીપ પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ તથા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.

સાયખા GIDCમાં આવેલી સેન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં રાત્રીના સમયે બનેલી આ દુર્ઘટનામાં બે યુવાનોએ જીવ ગુમાવતાં તેમના પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.યુવાન વયે પરિવારના સભ્યોને ગુમાવવાના કારણે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાયો હતો.આ દુઃખદ સમાચારથી સરભાણ અને આસનેરા સહિત આસપાસના વિસ્તારોમાં પણ શોકની લાગણી જોવા મળી હતી.

આ દુઃખદ પરિસ્થિતિમાં જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ અને ધારાસભ્ય ડી.કે.સ્વામીએ બંને મૃતકોના નિવાસસ્થાને પહોંચી શોકસંતપ્ત પરિવારજનો સાથે મુલાકાત કરી દુઃખની આ ઘડીમાં તેમની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે દિવંગત આત્માઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી સંવેદના વ્યક્ત કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!