ભરૂચ,
ભરૂચમાં આ વર્ષે દશેરા પર્વે પ્રથમવાર BNS ગ્રુપ દ્વારા શહેરના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે વિજ્યાદશમીના અવસરે 45 ફૂટ ઊંચા રાવણનું દહન કરવામાં આવનાર છે જેની જોરશોરમાં તૈયારી ચાલી રહી છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચ શહેર માં છેલ્લા ઘણા વર્ષોથી BNS ગૃપ દ્વારા વિવિધ જરૂરિયાતમંદોને મદદ કરી વિવિધ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે તેઓ દ્વારા શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન વિજયાદશમી પર્વની ઉજવણી અંતર્ગત સાંજે શસ્ત્રપૂજનનું પણ આયોજન કરાયું છે.આ ઉપરાંત ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકીના વેશ ધારણ કરનાર 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવશે.
BNS ગ્રુપના સ્થાપક ઋષભ પટેલ,પ્રમુખ તીર્થ પટેલ અને સભ્યોએ ભરૂચની ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું છે.




