રાજપીપલા ખાતે ઐતિહાસિક હરિસિદ્ધિ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા નોમનો હોમ કરવામાં આવ્યો

SHARE:

– રાજવી પરિવારના મહારાજા રઘુવીરસિંહ ગોહિલ અને યુવરાજ માનવેન્દ્રસિંહ તથા રાજવી પરિવારના સદસ્યો તથા 12 બ્રાહ્મણો દ્વારા આ હવનમાં આહુતિ આપવામાં આવી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા ખાતે ઐતિહાસિક હરિસિદ્ધિ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા આદિકાળથી આસો સુદ નોમના દિવસે હવન કરવામાં આવ્યો હતો.હાલ 8 મી પેઢી દ્વારા આ નોમનો હોમ કરવામાં આવ્યો હતો.

રાજા વેરીસાલજી ઉજ્જેનથી માં હરસિદ્ધિને સાક્ષાત રાજપીપલા લાવ્યા હતા,હરસિદ્ધિ મંદિરે આઠમ નોમનું ખુબ મહત્વ છે.ખાસ નોમના દિવસે રાજપીપલા ના મહારાજા પરિવાર દ્વારા હોમ કરવામાં આવે છે.આજે રાજવી પરિવારના મહારાજા રઘુવીર સિંહ ગોહિલ અને યુવરાજ માનવેન્દ્રસિંહ તથા રાજવી પરિવારના સદસ્યો તથા 12 બ્રાહ્મણો દ્વારા આ હવનમાં આહુતિ આપવામાં આવી હતી.શાસ્ત્રોક્ત રીતે સવારે મહારાજાની હાજરીમાં હોમની શરૂઆત કરવામાં આવી હતી અને સાંજે સૂર્યાસ્ત પેહલા નારિયળ હોમીને યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવી હતી.આ યજ્ઞમાં નારિયેળ હોમી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!