ભરૂચ,
ભરૂચ શહેરમાં રાજકીય સંગઠનને વધુ વેગ અને મજબૂતી આપવાના હેતુસર, ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત અગ્રણી દ્વારા કોંગ્રેસની વિચારધારા અને રાહુલ ગાંધીની લડતથી પ્રેરાઈને ભરૂચ શહેરના વિવિધ વોર્ડના આગેવાનોએ પક્ષનો ખેસ ધારણ કરતા તેઓને કૉંગ્રેસમાં આવકાર આપવામાં આવ્યો હતો.કોંગ્રેસમાં જોડાનાર આગેવાનોમાં વોર્ડ નંબર 7 ના દિપક રમેશ રાવત,અનિલ પટેલ, મુકેશ નગીન વસાવા,વોર્ડ નંબર 8 ના કિરણ વાઘેલા વોર્ડ નંબર 10 ના સઈદ અબ્દુલમજીદ, ફૈજલ ગુલામ શાબીર, તેમજ વોર્ડ નંબર 11 ના સુરેશ રાણાનો સમાવેશ થાય છે.
આ પ્રંસગે ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણીઓએ જનસેવા અને સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ કોંગ્રેસ પક્ષની વિચારધારા, લોકશાહી મૂલ્યો, બંધારણની રક્ષા અને જનસેવાના સંકલ્પ સાથે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ જનતાની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો ઉકેલવા તેમજ જનહિતનાં કાર્યો કરવા માટે કટિબદ્ધ હોવાનું અને શહેરના તમામ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને સંગઠનને વધુ મજબૂત કરવા તથા જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે એકજૂથ થઈને કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, દિનેશ ખુમાણ, રણછોડ ભગત, નગરપાલિકા સભ્યો, ઝુબેેર પટેલ, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




