(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ઝઘડિયા સ્થિત કોલેજ ખાતે યોજાયેલ યુનિવર્સિટી કક્ષાની આંતર-કોલેજ ગરબા સ્પર્ધામાં રાજપીપળાની શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અને મનોહર પ્રદર્શન કરીને દ્વિતીય (બીજો) ક્રમ પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર વિસ્તારમાં કોલેજનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની ટીમે પોતાની પરંપરાગત પ્રાચીન-અર્વાચીન ગરબો રજૂ કર્યો હતો.વિદ્યાર્થીઓની આ ભવ્ય સફળતા બદલ કોલેજના આચાર્ય એસ.જી.માંગરોલા તેમજ સર્વે અધ્યાપકગણ, સાંસ્કૃતિક સમિતિ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્યા હતા.



