આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયા નર્મદાની મુલાકાતે : ઝેન-જી અને ‘કોકરોચ જનતા પાર્ટી’ના આંદોલન અંગે નિવેદન

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના પ્રવાસે આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ વિવિધ સ્થળોએ હિન્દુ સંગઠનો સાથે બેઠકો યોજી હતી.

‘અબ તો હિન્દુ હી આગે’ના નારા સાથે હિન્દુઓને શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધારવા અને હિન્દુઓની રક્ષા કરવાની વાત કરી હતી.‘અમારું ઘર, હિન્દુ ઘર, સુખી ઘર’નો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.હિન્દુત્વ ચૂંટણીનો મુદ્દો હોવાના સવાલ પર પ્રવીણ તોગડિયાએ કહ્યું કે આ સવાલ રાજકારણીઓને પૂછો, હું તો કેન્સરનો ડોક્ટર છું.આ દરમ્યાન તેમણે પોતાના જૂના સાથી મનસુખ વસાવાને પણ યાદ કર્યા હતા.ઝેન-જી અને ‘કોકરોચ જનતા પાર્ટી’ના આંદોલન અંગે પ્રવીણ તોગડીયાનું મોટું નિવેદન  સામે આવ્યું છે.ઝેન-જી અને ‘કોકરોચ જનતા પાર્ટી’ના આંદોલન અંગેના સવાલ પર તેમણે જણાવ્યું કે લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો, સમર્થન કરવાનો અને વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે.દરેકની વાત સાંભળવી કેટલી યોગ્ય છે,તેનો નિર્ણય સમજદાર જનતા કરશે,પરંતુ લોકશાહીમાં સમર્થન અને વિરોધના અધિકારનું સન્માન કરવું જોઈએ.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!