– સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસે થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે.આ છેલ્લા 50 વર્ષોનીઆ પરંપરા છે.
સંસ્કાર યુવકમંડના પ્રમુખ મહેશભાઈ કા.પટેલે જણાવ્યુ હતુ કે અમારા કાછીયાવાડ વિસ્તાર માંથી દર વર્ષે નીકળતી રાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે.રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલેકે અગિયારસના દિવસે રાજપીપળામા રાવણ દહન કરવાની પ્રથા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણદહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે
અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે.આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામા દશેરાના બીજે દિવસે રાવણનું દહનથયુ હતુ. જેમા રાજપીપળામાં રાવણની ભવ્યશોભાયાત્રા નીકળી હતી અને નગરમા ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી.જેમાં દર વર્ષે રાજપીપળામાં 20 ફૂટ ઉચા રાવણને શણગારી ટ્રેકટરની ટ્રોલીપર સજાવી આખા ગામમા ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહનકરાયું હતુ.જેને જોવા લોકટોળાં ઉમટ્યા હતા.જેમા આશરે મોટી સંખ્યામાં જનમેદની એકઠી થયેલ હતી સદર કાર્યક્રમ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ હતો.



