એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની સુવિધા

SHARE:

– રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ તૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા આરોગ્ય વિભાગ સજ્જ

– મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી આરોગ્ય વિભાગે અપનાવ્યો જનહિતલક્ષી અભિગમ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સરદાર સાહેબની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહેવાના હોવાથી આરોગ્ય સેવાઓ સુલભ બની રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની સફળતા માટે એકતાનગરમાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકો, કર્મચારીઓ અને અન્ય જરૂરી સ્ટાફના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ હેલ્થ યુનિટના માધ્યમથી નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ વ્યવસ્થા હેઠળ પાંચ બાઈક એમ્બ્યુલન્સ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે જરૂરિયાતના સ્થળે ઝડપથી પહોંચીને આરોગ્યલક્ષી તકલીફ ધરાવતા લોકોને સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડે છે.

બાઈક એમ્બ્યુલન્સની વિશેષતા એ છે કે, જ્યાં વાહનવ્યવહારની ભીડ, વધુ અવરજવર અથવા સ્થળની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અન્ય વાહનો દ્વારા ઝડપથી પહોંચવું મુશ્કેલ હોય, ત્યાં આ ટીમો સરળતાથી પહોંચી શકે છે. પરિણામે, કાર્યક્રમનાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકો અને કર્મચારીઓને સમયસર આરોગ્ય સહાય મળી રહે છે. સ્થળ પર જ પ્રાથમિક સારવાર ઉપલબ્ધ થવાથી નાની-મોટી આરોગ્યલક્ષી તકલીફોના કિસ્સામાં તાત્કાલિક મદદ મળી રહે છે અને જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે પણ યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!